Stock Market Today: સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં ઉથલ પાથલ જોવા મળી હતી. સેન્સેક્સમાં આજે 389 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. આ ઉપરાંત નિફ્ટીમાં પણ 112.75 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 62181.67 પર બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી 18496.60 બંધ રહ્યો હતો.


 




યુએસ માર્કેટ જોરદાર બંધ


ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં યુએસ શેરબજાર જોરદાર ઉછાળા સાથે બંધ થયું છે. નાસ્ડેક 123 પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યો હતો જ્યારે ડાઉ જોન્સ 183 પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યો હતો.


એશિયન બજારની સ્થિતિ


મોટાભાગના એશિયન શેરબજારો તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. નિક્કી, સ્ટ્રેટ ટાઈમ્સ, તાઈવાન, કોસ્પી બજારો તેજી સાથે કારોબાર કરી રહ્યા છે, જ્યારે શાંઘાઈ, જકાર્તા, હેંગસેંગના બજારો ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.


વિદેશી રોકાણકારો દ્વારા વેચાણ


8મી ડિસેમ્બરે વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલી જોવા મળી હતી. વિદેશી રોકાણકારોએ રૂ. 1131.67 કરોડના શેર વેચ્યા છે. તેનાથી વિપરીત સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો તરફથી ખરીદી જોવા મળી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 772 કરોડના શેર ખરીદ્યા છે.


ક્રૂડમાં ઘટાડો


ક્રૂડ ઓઈલના મોરચે બજાર માટે સારા સંકેતો છે.ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડાનો સિલસિલો ચાલુ છે. ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ ડોલર 77 બેરલની નીચે આવી ગઈ છે


રોકાણકારોના એક લાખ કરોડ રૂપિયાથી વધુ ડૂબ્યા બાદ હવે Paytm લેશે આ મોટો નિર્ણય


 Paytmના શેરમાં ઘટાડાને રોકવા માટે હવે કંપની મોટો નિર્ણય લેવા જઈ રહી છે. સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગના માત્ર એક વર્ષમાં જ કંપનીએ શેર બાયબેક કરવાનો નિર્ણય લીધો છે. Paytm ની પેરન્ટ કંપની One 97 Communication એ 13 ડિસેમ્બર, 2022 ના રોજ કંપનીની મીટિંગ બોલાવી છે, જેમાં બાયબેક અંગે નિર્ણય લેવામાં આવશે. આ સમાચાર બાદ શુક્રવારે શેરબજાર ખુલ્યા બાદ Paytmના શેરમાં જોરદાર તેજી જોવા મળી છે.


Paytm એ રેગ્યુલેટરી ફાઈલિંગમાં સ્ટોક એક્સચેન્જોને જાણ કરી છે કે 13 ડિસેમ્બરે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક મળશે જેમાં બાયબેક (Paytm Share Buyback) અંગે નિર્ણય લેવામાં આવશે. કંપનીના મેનેજમેન્ટને લાગે છે કે કંપનીની વર્તમાન રોકડ અને નાણાકીય સ્થિતિને જોતા બાયબેક શેરધારકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો આ પ્રસ્તાવને બોર્ડ દ્વારા મંજૂરી મળી જશે તો તે કંપનીનું પ્રથમ બાયબેક હશે. જ્યારે પણ કોઈ કંપનીને લાગે છે કે શેર તેના મૂલ્યથી નીચે ટ્રેડ થઈ રહ્યો છે, ત્યારે કંપનીઓ શેર પાછા ખરીદે છે, જે શેરમાં ઘટાડાને રોકવામાં મદદ કરે છે અને શેરમાં વધારો પણ જુએ છે. હાલમાં ઈન્ફોસિસનું બાયબેક ચાલી રહ્યું છે.


IPOની કિંમતથી Paytmનો શેર 75% નીચે


Paytmના શેરનું લિસ્ટિંગ નવેમ્બર 2021માં થયું હતું. કંપનીએ 2150 રૂપિયા પ્રતિ શેરના ભાવે IPO જારી કર્યો હતો. પરંતુ સ્ટોકનું લિસ્ટિંગ થયું ત્યારથી ઘટાડાની પ્રક્રિયા ચાલી રહી છે. 2150 રૂપિયાનો શેર લોક-ઇન પિરિયડ પૂરો થયા બાદ ઘટીને 440 રૂપિયા થયો હતો. એટલે કે IPO કિંમતથી 80 ટકા નીચે. હાલમાં બાયબેકના સમાચાર બાદ શેર 4.62 ટકાના વધારા સાથે રૂ.531 પર ટ્રેડ કરી રહ્યો છે. હજુ પણ તેની ઇશ્યૂ કિંમત 75 ટકા ઓછી છે. 1.39 લાખ કરોડની માર્કેટ કેપ ધરાવતી કંપનીની માર્કેટ કેપ હવે ઘટીને 34,473 કરોડ રૂપિયા થઈ ગઈ છે. એટલે કે રોકાણકારોને 1.05 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. હવે આશ્ચર્યની વાત એ છે કે 2150 રૂપિયાના ભાવે શેર વેચનાર Paytm રોકાણકારો પાસેથી સસ્તા ભાવે શેર પાછા ખરીદવા જઈ રહી છે.