Share Market Update: શેર બજારમાં ફરી મોટો કડાકો, સેન્સેક્સ 1000 પોઈન્ટ તૂટ્યો, નિફટી 25500ની નીચે
સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસ શુક્રવારે શેર બજાર લાલ નિશાનમાં બંધ થયું. બેન્ચમાર્ક ઇન્ડેક્સ અને નિફ્ટી એક ટકાથી વધુ ઘટ્યા હતા.

Stock Market Today: સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસ શુક્રવારે શેર બજાર લાલ નિશાનમાં બંધ થયું. બેન્ચમાર્ક ઇન્ડેક્સ અને નિફ્ટી એક ટકાથી વધુ ઘટ્યા હતા. 30 શેરો વાળા BSE સેન્સેક્સ 1,048.16 પોઈન્ટ અથવા 1.25 ટકા ઘટીને 82,626.76 પર બંધ થયા. 50 શેરો વાળા NSE નિફ્ટી 336.10 પોઈન્ટ અથવા 1.30 ટકા ઘટીને 25,471.10 પર બંધ થયા. છેલ્લા બે દિવસમાં શેર માર્કેટમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.
નિફ્ટીમાં હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, હિન્દુસ્તાન યુનિલિવર, ઈટરનલ, અદાણી એન્ટરપ્રાઇઝ અને ઓએનજીસી સૌથી વધુ ઘટ્યા હતા. આ દરમિયાન, બજાજ ફાઇનાન્સ, આઇશર મોટર્સ, એસબીઆઇ લાઇફ ઇન્શ્યોરન્સ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને સિપ્લા વધારા સાથે બંધ થવામાં સફળ રહ્યા હતા.
બજાર અસ્થિર તબક્કામાં પ્રવેશી ગયું છે
જિયોજીત ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે બજારો અસ્થિર તબક્કામાં પ્રવેશી ગયા છે, જે રોકાણકારોમાં થોડી ચિંતા પેદા કરશે, પરંતુ તકો પણ મળશે. યુએસ બજારોમાં AI શેરોમાં વેચવાલી અપેક્ષિત હતી, પરંતુ વેચાણની ટાઈમલાઈન નક્કી નહતી.
AI શેરોમાં ઘટાડો ભારતીય બજાર માટે સકારાત્મક
તેમણે કહ્યું કે AI શેરોમાં આ ઘટાડો ભારતીય બજાર માટે સકારાત્મક છે, કારણ કે ગયા વર્ષે વૈશ્વિક તેજી મુખ્યત્વે AI સંબંધિત વેપારને કારણે હતી, જેમાં ભારત, AI ક્ષેત્રમાં પાછળ રહેલો દેશ છે જે ભાગ લઈ શક્યો ન હતો. તેથી, જો AI વેપારમાં ઘટાડો ચાલુ રહે તો તે ભારતીય દ્રષ્ટિકોણથી સકારાત્મક છે.
તેમણે વધુમાં કહ્યું કે હાલમાં ભારતીય બજારને જે હચમચાવી રહ્યું છે તે IT શેરોમાં ભારે વેચવાલી છે, જે ભારતીય કંપનીઓ માટે નફાનો બીજો સૌથી મોટો સ્ત્રોત છે. IT ક્ષેત્ર પર 'માનવસર્જિત કટોકટી'ની સાચી અસર હજુ સુધી જાણી શકાયી નથી.
બધા મુખ્ય સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા
સેક્ટોરલ આધાર પર બધા મુખ્ય સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા હતા ઊર્જા, ધાતુ અને રિયલ્ટી ઈન્ડેક્સ 2-3 ટકા ઘટ્યા, જ્યારે IT, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, FMCG, ટેલિકોમ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓટો, પાવર, PSU અને તેલ અને ગેસ ઈન્ડેક્સ લગભગ 1 ટકા ઘટ્યા. વ્યાપક બજારોમાં પણ ભારે વેચવાલી જોવા મળી. નિફ્ટી મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ લગભગ 2 ટકા ઘટ્યા, જેના કારણે ઈન્ડેક્સની ધારણા નબળી પડી.























