Stock Market: સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં શેરબજારો મજબૂત રીતે બંધ થયા છે. શુક્રવારના ટ્રેડિંગ સેશન દરમિયાન શેરબજારમાં જોરદાર ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો લીલા નિશાન સાથે બંધ થવામાં સફળ રહ્યા હતા. સેન્સેક્સ 59.15 પોઈન્ટ એટલે કે 0.10 ટકા વધ્યો છે અને ઈન્ડેક્સ 58,833.87 ના સ્તર પર બંધ થયો છે. આ સિવાય નિફ્ટી 50 ઈન્ડેક્સ 36.40 પોઈન્ટ એટલે કે 0.21 ટકા વધ્યો છે અને ઈન્ડેક્સ 17,558.90 ના સ્તર પર બંધ થયો છે. 1968 શેરમાં ખરીદી જોવા મળી રહી છે અને 1353 શેરમાં વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સિવાય 146 શેરમાં કોઈ ફેરફાર જોવા મળી રહ્યો નથી.
વૈશ્વિક બજારના સારા સંકેતો પાછળ ભારતીય શેરબજારે મજબૂત શરૂઆત કરી. મેટલ, આઈટી, ઓટો, બેંકિંગ સહિતના તમામ ક્ષેત્રોમાં ખરીદીના કારણે બજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 474 પોઈન્ટ વધીને 59,248 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સના 30માંથી 28 શેર લીલા નિશાનમાં જોવા મળી રહ્યા છે. ભારતી એરટેલ અને નેસ્લે ઈન્ડિયામાં નબળાઈ દેખાઈ રહી છે. જેક્સન હોલ(Jackson Hole)માં ફેડ ચેરમેનના ભાષણ પહેલા ગુરુવારે યુએસ બજારોમાં જોરદાર તેજી જોવા મળી હતી. તેનાથી એશિયન બજારોનું સેન્ટિમેન્ટ મજબૂત બન્યું છે. FIIએ ગુરુવારે રૂ. 369 કરોડની રોકડમાં ખરીદી કરી હતી જ્યારે DIIએ રૂ. 334 કરોડની રોકડમાં વેચાણ કરી હતી.
સવારે જોવા મળ્યો હતો ઉછાળો
સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારો જોરદાર તેજી સાથે ખુલ્યા છે. અમેરિકન અને એશિયન શેરબજારોમાં તેજીના કારણે ભારતીય બજારમાં પણ તેજી જોવા મળી છે. સવારે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ સેન્સેક્સ 366 પોઈન્ટના વધારા સાથે 59,141 પર ખૂલ્યો હતો, જ્યારે નિફ્ટી ઈન્ડેક્સ 103 પોઈન્ટ વધીને 17,625 પર ખુલ્યો હતો. હાલમાં સેન્સેક્સ 469 અને નિફ્ટી 138 પોઈન્ટના વધારા સાથે કારોબાર કરી રહ્યા છે. મોટી વાત એ છે કે સેન્સેક્સ ફરી 59,000ના સ્તરને પાર કરી ગયો છે.
સેક્ટોરલ ઇન્ડેક્સ
સેક્ટોરલ ઈન્ડેક્સની વાત કરીએ તો આજે તમામ સેક્ટર ઝડપી તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે. ઓટો, ફાર્મા, એફએમસીજી, એનર્જી, બેન્કિંગ, આઈટી, મેટલ્સ સેક્ટરમાં ખરીદી જોવા મળી રહી છે. સ્મોલ કેપમાં પણ મિડ કેપમાં ખરીદી જોવા મળી રહી છે. નિફ્ટીના 50 શેરોમાંથી 45 શેર લીલા નિશાનમાં અને 5 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 27 શેર લીલા નિશાનમાં અને 3 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે.
વધનારા સ્ટોક
આજે જે શેરો ઉપર છે તેના પર નજર કરીએ તો કોલ ઈન્ડિયા 2.75 ટકા, ટાઇટન 2.33 ટકા, મહિન્દ્રા 2.17 ટકા, JSW 1.90 ટકા, ટેક મહિન્દ્રા 1.86 ટકા, હિન્દાલ્કો 1.85 ટકા, ટાટા સ્ટીલ 1.74 ટકા, ઇન્ફોસીસ 1.514 ટકા, Wipro 1.513 ટકા, ટાટા મોટર્સ 1.51 ટકા, બજાજ ફાઇનાન્સ 1.09 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યાં છે.
ઘટનારા સ્ટોક
જો આપણે ઘટાડા સાથે કારોબાર કરી રહેલા શેર પર નજર કરીએ તો, આઇશર મોટર્સ 1.36 ટકા, ભારતી એરટેલ 0.75 ટકા, શ્રી સિમેન્ટ્સ 0.49 ટકા, નેસ્લે 0.11 ટકા, અપોલો હોસ્પિટલ 0.05 ટકા, સિપ્લા 0.01 ટકા સાથે ટ્રેડ કરી રહ્યાં છે. બજારમાં ચોતરફ ખરીદી જોવા મળી રહી છે. ઓટો અને મેટલ શેરોમાં તેજી છે. બંને સૂચકાંકો નિફ્ટી પર 1 ટકાથી વધુ વધ્યા છે. બેન્ક, ફાઇનાન્શિયલ અને આઇટી ઇન્ડેક્સ પણ અડધા ટકાથી વધુ વધ્યા છે. ફાર્મા, એફએમસીજી અને રિયલ્ટી ઇન્ડેક્સ પણ લીલા નિશાનમાં છે. હેવીવેઇટ શેરોમાં ખરીદી. સેન્સેક્સ 30ના 28 શેરો લીલા નિશાનમાં છે. આજના ટોપ ગેનર્સમાં TITAN, TECHM, M&M, TATASTEEL, INFY, WIPRO, HINDUNILVR, HCLTECH નો સમાવેશ થાય છે.