Stock Market Closing, 18th May, 2023: ભારતીય શેરબજાર માટે સપ્તાહનો ચોથો કારોબારી દિવસ નિરાશાજનક રહ્યો. સતત ત્રીજા કારોબારી દિવસે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું. ત્રણ દિવસમાં સેન્સેક્સમાં આશરે 900 પોઇન્ટનું ગાબડું પડ્યું છે. આજે રોકાણકારોની સંપત્તિ ઘટીને 275.82 લાખ કરોડ થઈ છે.

આજે કેટલા પોઇન્ટનો થયો ઘટાડો

આજે સેન્સેક્સ 128.9 પોઇન્ટ (-0.21 ટકા)ના ઘટાડા સાથે 61431.74 પોઇન્ટ અને નિફ્ટી 51.8 પોઇન્ટ (-0.28 ટકા)ના ઘટાડા સાથે 18129.95 પોઇન્ટ પર બંધ થયા. બુધવારે સેન્સેક્સ 371.83 પોઇન્ટના ઘટાડા અને નિફ્ટી 104.75 પોઇન્ટના ઘટાડા સાથે બંધ થયા. મંગળવારે સેન્સેક્સ આજે 431.24 પોઈન્ટ અને નિફ્ટી 125.7 પોઇન્ટના ઘટાડા સાથે બંધ થયા હતા. જ્યારે સોમવારે સેન્સેક્સમાં 317.81 પોઇન્ટનો અને નિફ્ટીમાં 84.05 પોઇન્ટનો વધારો થયો હતો.

કેમ થયો ઘટાડો

શેરબજારમાં રોકાણકારોની નફાવસૂલીના કારણે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું.  

સેક્ટર અપડેટ

આજના કારોબારમાં ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, રિયલ એસ્ટેટ, મીડિયા, એનર્જી, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેર ઘટીને બંધ રહ્યા હતા. માત્ર બેંકિંગ સેક્ટરના શેર જ લીલા નિશાનમાં બંધ થયા છે. મિડ-કેપ અને સ્મોલ-કેપ ઈન્ડેક્સ શેર પણ નીચે બંધ થયા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી 13 વધ્યા અને 17 નુકસાન સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાં 13 શેરોમાં તેજી જોવા મળી છે જ્યારે 37 શેરો ઘટીને બંધ થયા છે.

વઘેલા ઘટેલા શેર્સ

આજના વેપારમાં બજાજ ફાઇનાન્સ 1.22 ટકા, કોટક મહિન્દ્રા 1.03 ટકા, ભારતી એરટેલ 0.94 ટકા, ICICI બેન્ક 0.94 ટકા, HDFC બેન્ક 0.41 ટકા અને HDFC 0.37 ટકા વધીને બંધ થયા હતા. જ્યારે SBI 2.11 ટકા, ITC 1.87 ટકા, ટાઇટન કંપની 1.62 ટકા ઘટીને બંધ થયા છે.

રોકાણકારોની સંપત્તિમાં ઘટાડો થયો 

આજના ટ્રેડિંગ સેશનમાં માર્કેટમાં ઘટાડાથી રોકાણકારોની સંપત્તિમાં ઘટાડો થયો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 275.85 લાખ કરોડ થયું છે, જે બુધવારે રૂ. 277.26 લાખ કરોડ હતું.  આજના સત્રમાં રોકાણકારોને 1.41 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

આજે કેવી થઈ હતી શરૂઆત

આજે સવારે સેન્સેક્સ 278.37 પોઈન્ટ વધીને 61,839.01 પર અને નિફ્ટી 81.20 પોઈન્ટ વધીને 18,263.00 પર હતો. લગભગ 1556 શેર વધ્યા, 434 શેર ઘટ્યા અને 104 શેર યથાવત હતા.

ઈન્ડેક્સનું નામબંધ થવાનું સ્તરઉચ્ચ સ્તરનિમ્ન સ્તરબદલાવ ટકામાં
BSE Sensex61,437.8861,955.9061,349.34-0.20%
BSE SmallCap29,815.7130,063.3529,790.24-0.20%
India VIX12.8313.1111.14-2.10%
NIFTY Midcap 10032,571.4532,934.2032,520.25-0.58%
NIFTY Smallcap 1009,895.6510,009.159,869.20-0.42%
NIfty smallcap 504,467.304,525.654,456.30-0.57%
Nifty 10017,987.8018,165.6517,964.35-0.38%
Nifty 2009,472.809,567.409,461.40-0.41%
Nifty 5018,134.5018,297.2018,104.85-0.26%