Sukanya Samriddhi Scheme: કેન્દ્ર સરકારની યોજના સુકન્યા સમૃદ્ધિ યોજનાની મદદથી તમે તમારી પુત્રીની ભાવિ નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે એક વિશાળ ભંડોળ એકઠું કરી શકો છો. આ યોજના માતાપિતાને એક વર્ષથી 10 વર્ષથી ઓછી ઉંમરની બે છોકરીઓના નામે કુટુંબ દીઠ વધુમાં વધુ બે ખાતા ખોલવાની મંજૂરી આપે છે. બીજી તરફ જોડિયા દીકરીઓના કિસ્સામાં ત્રણથી વધુ બાળકો માટે રોકાણ કરી શકાય છે.                                                     

  


હાલમાં સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતામાં 8 ટકા વ્યાજ ચૂકવવામાં આવે છે અને એક વર્ષમાં વધુમાં વધુ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. સુકન્યા સમૃદ્ધિ ખાતામાં જમા રકમ પર વાર્ષિક ચક્રવૃદ્ધિના આધારે વ્યાજ આપવામાં આવે છે. આ ખાતું ખોલવાની તારીખથી 21 વર્ષ પછી મેચ્યોર થાય છે. એકાઉન્ટ ખોલાવ્યા પછી 15 વર્ષ પૂરા થાય ત્યાં સુધી રોકાણ કરી શકાય છે.                  


SSY ખાતામાંથી કેટલા પૈસા બચાવી શકાય છે


સુકન્યા સમૃદ્ધિ યોજના કેલ્ક્યુલેટર દર્શાવે છે કે આ યોજનાના એકાઉન્ટમાં દર વર્ષે વધુમાં વધુ રૂ. 1.5 લાખ જમા કરીને માતા-પિતા રૂ. 67.3 લાખ સુધીની બચત કરી શકે છે. તે પાકતી મુદતે ઉપાડી શકાય છે. ધારો કે જો તમે 2023 માં સુકન્યા સમૃદ્ધિ યોજનામાં એકાઉન્ટ ઓપન કરાવો છો અને 8 ટકા વ્યાજ પર 15 વર્ષ પૂરા થાય ત્યાં સુધી દર વર્ષે રૂ. 1.5 લાખનું રોકાણ કરો છો, તો તમને મેચ્યોરિટી પર રૂ. 67.3 લાખ મળશે.


નોંધનીય છે કે જો વ્યાજની રકમ વધે છે તો રકમ વધી શકે છે, પરંતુ જો વ્યાજની રકમ ઓછી થાય છે તો તેની અસર રકમ પર જોવા મળી શકે છે.


50 લાખ માટે કેટલી બચત કરવી પડશે


સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ જો તમે દર વર્ષે 1,11,370 રૂપિયા જમા કરાવો છો તો તમને મેચ્યોરિટી પર 50 લાખ રૂપિયા મળશે. આનો અર્થ એ છે કે તમારે દરરોજ 305.1 રૂપિયાની બચત કરવી પડશે. જો કે આ યોજના હેઠળ વ્યાજ દર માત્ર 8 ટકા હોવો જોઈએ.