શોધખોળ કરો

દીકરી બનશે કરોડપતિ! આ સરકારી સ્કીમમાં ₹250થી ખાતું ખોલો, મળશે ₹50 લાખ

10 વર્ષથી નાની દીકરીઓ માટેની આ સરકારી યોજનામાં ફક્ત ₹250 થી ખાતું ખોલાવો, સંપૂર્ણ ટેક્સ ફ્રી કમાણી સાથે ઉચ્ચ શિક્ષણ અને લગ્ન માટે મળશે મોટું ભંડોળ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સુકન્યા સમૃદ્ધિ યોજના દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શ્રેષ્ઠ વિકલ્પ.
  • વાર્ષિક 8.2% વ્યાજ દર, ₹250 થી ₹1.5 લાખ સુધી રોકાણ.
  • 10 વર્ષથી ઓછી ઉંમરની દીકરીઓ માટે, 15 વર્ષ સુધી રોકાણ.
  • 21 વર્ષે મેચ્યોરિટી, 18 વર્ષે લગ્ન માટે આંશિક ઉપાડ શક્ય.

Sukanya Samriddhi Yojana: જો તમે પણ તમારી દીકરીના ઉજ્જવળ ભવિષ્ય, ઉચ્ચ શિક્ષણ અને લગ્નના ખર્ચને લઈને ચિંતિત છો, તો કેન્દ્ર સરકારની 'સુકન્યા સમૃદ્ધિ યોજના' (SSY) તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે. આ ખાસ કરીને માત્ર દીકરીઓ માટે જ બનાવવામાં આવેલી ખૂબ જ લોકપ્રિય નાણાકીય યોજના છે. તેમાં વાર્ષિક 8.2 ટકાનું આકર્ષક વ્યાજ મળે છે, જે દેશની અન્ય કોઈ પણ યોજનામાં છોકરીઓ માટે અપાતા વ્યાજ કરતા વધારે છે. સૌથી સારી વાત એ છે કે આ યોજનામાં નાની બચત કરીને પણ તમે મેચ્યોરિટી પર દીકરી માટે એક મોટું અને સંપૂર્ણપણે ટેક્સ ફ્રી ફંડ જમા કરી શકો છો.

કોણ ખોલાવી શકે ખાતું અને રોકાણની મર્યાદા શું છે?

આ યોજનાના નિયમો ખૂબ જ સરળ છે, જે નીચે મુજબ છે:

ઉંમર: ફક્ત 10 વર્ષથી ઓછી ઉંમરની દીકરીઓ માટે જ આ યોજના હેઠળ ખાતું ખોલાવી શકાય છે.

રોકાણની રકમ: SSY ખાતામાં તમારે દર વર્ષે ઓછામાં ઓછા ₹250 જમા કરાવવા ફરજિયાત છે. વધુમાં વધુ તમે વર્ષે ₹1.5 લાખ સુધીનું રોકાણ કરી શકો છો.

ટેક્સ બેનિફિટ: આ એક સંપૂર્ણપણે કરમુક્ત (ટેક્સ ફ્રી) યોજના છે. આ યોજનામાંથી મળતા વ્યાજ કે કમાણી પર તમારે એક પણ રૂપિયો ટેક્સ ચૂકવવાનો રહેતો નથી.

ખાતાની સંખ્યા: સામાન્ય રીતે એક પરિવારમાં વધુમાં વધુ બે દીકરીઓ માટે જ ખાતા ખોલી શકાય છે. જોકે, ઘરમાં જોડિયા દીકરીઓનો જન્મ થાય, તો બેથી વધુ દીકરીઓ માટે પણ ખાતા ખોલાવી શકાય છે.

આ પણ વાંચોઃ આજે સોનાના ભાવમાં ₹2,800 નો મોટો કડાકો, પણ ચાંદી મોંઘી થઈ; જુઓ 24 કેરેટનો લેટેસ્ટ રેટ

રોકાણની મુદત અને મેચ્યોરિટીના નિયમો

રોકાણનો સમયગાળો: આ સ્કીમમાં તમારે દીકરીના નામે સળંગ 15 વર્ષ સુધી પૈસા જમા કરાવવાના હોય છે.

મેચ્યોરિટી: ખાતું ખોલાવ્યાની તારીખથી 21 વર્ષ પૂરા થતાં આ યોજના પાકે છે (મેચ્યોર થાય છે).

વચમાં ખાતું બંધ કરવાના નિયમો: જો તમારી દીકરી 18 વર્ષની થઈ જાય અને તમે તેના લગ્ન કરાવવાનું વિચારી રહ્યા છો, તો તમે વચમાં જ આ ખાતું બંધ કરી શકો છો. આ સંજોગોમાં ખાતાના તમામ પૈસા સીધા તમારી દીકરીના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે.

SSY કેલ્ક્યુલેટર: સમજો ગણતરી

આ યોજનામાં નિયમિત રોકાણ કરવાથી લાંબા ગાળે કેટલું મોટું ફંડ બની શકે છે તે એક ઉદાહરણથી સમજીએ:

ધારો કે તમારી દીકરીની ઉંમર અત્યારે 1 વર્ષ છે. તમે હમણાં જ તેનું ખાતું ખોલાવીને દર વર્ષે ₹1,09,000 નું રોકાણ કરો છો. આ ગણતરી મુજબ, વર્ષ 2047 માં જ્યારે આ ખાતું મેચ્યોર થશે, ત્યારે તમારી દીકરીના ખાતામાં કુલ ₹50,34,040 (લગભગ 50 લાખ રૂપિયા) ની તોતિંગ રકમ મળશે. આ રકમ તેના ભવિષ્યને આર્થિક રીતે સંપૂર્ણ સુરક્ષિત કરી શકે છે.

આ પણ વાંચોઃ  1 જૂનથી સોલાર પેનલના નિયમો બદલાશે: જાણો કિંમત અને PM સૂર્ય ઘર સબસિડી પર શું અસર થશે

Frequently Asked Questions

સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) શું છે?

આ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય, શિક્ષણ અને લગ્ન માટે સરકાર દ્વારા શરૂ કરાયેલી એક લોકપ્રિય નાણાકીય યોજના છે. તેમાં આકર્ષક વ્યાજ દર મળે છે અને મેચ્યોરિટી પર ટેક્સ ફ્રી ફંડ મળે છે.

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કોણ ખાતું ખોલાવી શકે અને રોકાણની મર્યાદા શું છે?

10 વર્ષથી ઓછી ઉંમરની દીકરીઓ માટે ખાતું ખોલાવી શકાય છે. વાર્ષિક ઓછામાં ઓછા ₹250 અને વધુમાં વધુ ₹1.5 લાખનું રોકાણ કરી શકાય છે.

શું સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ટેક્સ બેનિફિટ મળે છે?

હા, આ એક સંપૂર્ણપણે કરમુક્ત યોજના છે. આ યોજનામાંથી મળતા વ્યાજ કે કમાણી પર કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી.

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણની મુદત અને મેચ્યોરિટી ક્યારે થાય છે?

આ સ્કીમમાં દીકરીના નામે સળંગ 15 વર્ષ સુધી પૈસા જમા કરાવવાના હોય છે. ખાતું ખોલાવ્યાની તારીખથી 21 વર્ષ પૂરા થતાં આ યોજના મેચ્યોર થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આગામી સપ્તાહે સોના-ચાંદીના ભાવમાં મોટી ઊથલપાથલની શક્યતા, આ 10 કારણો ભજવશે મહત્વનો રોલ
આગામી સપ્તાહે સોના-ચાંદીના ભાવમાં મોટી ઊથલપાથલની શક્યતા, આ 10 કારણો ભજવશે મહત્વનો રોલ
‘દરેક બાટલા પર ₹700નું...’, LPG સિલિન્ડર ભાવ વધારવા પર સરકારે કર્યો ખુલાસો
‘દરેક બાટલા પર ₹700નું...’, LPG સિલિન્ડર ભાવ વધારવા પર સરકારે કર્યો ખુલાસો
Tech Layoffs: 5 મહિનામાં 1 લાખની છટણી, જાણો કઈ કંપનીઓએ કર્મચારીઓને આપ્યો ઝટકો?
Tech Layoffs: 5 મહિનામાં 1 લાખની છટણી, જાણો કઈ કંપનીઓએ કર્મચારીઓને આપ્યો ઝટકો?
LPG Price Hike: ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો, ત્રણ મહિનામાં બીજી વખત વધ્યા ભાવ
LPG Price Hike: ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો, ત્રણ મહિનામાં બીજી વખત વધ્યા ભાવ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શ્રમિકોના જીવનું મૂલ્ય શું ?
Hun To Bolish : હું તો બોલીશ : બ્રેક ખર્ચ પર કે વહીવટ પર ?
Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
Embed widget