નવી દિલ્હીઃ ITC લિ.ની ભારતમાં સૌથી લોકપ્રિય એક એવી પ્રીમિયમ કૂકી બ્રાન્ડ સનફીસ્ટ ડાર્ક ફૅન્ટસીએ ડાર્ક ફૅન્ટસી વેનિલા ફિલ્સ લૉન્ચ કરી છે. વેનિલા ક્રીમ અને ડાર્ક શૅલ બિસ્કિટ વિભાગને વિશિષ્ટ ફિલ્સ અનુભવ આપવા માટે વેનિલા ફિલ્સને ઉત્સાહપૂર્વક રચવામાં આવ્યા છે. ડાર્ક ચોકલેટ શૅલમાં વીંટળાયેલી વેનિલા ક્રીમની ભારોભાર ફિલિંગ સ્વાદના જબરદસ્ત વિસ્ફોટનો અનુભવ કરાવે છે.
ભારતમાં ક્રીમ બિસ્કિટ કેટેગરીનું કેટલું છે કદ
નિલ્સનના આંકડા મુજબ, ભારતમાં ક્રીમ બિસ્કિટ કેટેગરીના બજારનું કદ નાણાકીય વર્ષ 2020-21 માટે રૂ. 6,123 કરોડ જેટલું હતું. ચોકો ફિલ્સ કૂકીઝ સાથે સનફીસ્ટ ડાર્ક ફૅન્ટસી, સેન્ટર ફિલ્ડ ક્રીમ બિસ્કિટ કેટેગરીમાં અગ્રણી રહ્યું છે. ડાર્ક ફૅન્ટસી વેનિલા ફિલ્સના લૉન્ચ સાથે, તેમણે અદભુત વેનિલા ફિલ્ડ કૂકીઝ રજૂ કરી છે અને ડાર્ક શૅલ વેનિલા ક્રીમ બિસ્કિટ વિભાગમાં એક ‘નવો અનુભવ’ લઈ આવ્યા છે.
એક દાયકા કરતાં વધુ સમયથી સૌની પ્રિય કૂકી બ્રાન્ડ
લૉન્ચ પ્રસંગે બોલતાં ITC લિમિટેડના ફૂડ ડિવિઝનના બિસ્કિટ્સ ઍન્ડ કેક્સ ક્લસ્ટરના ચિફ ઑપરેટિંગ ઑફિસર. અલી હેરિસ શેરેએ જણાવ્યું હતું કે, “સનફીસ્ટ ડાર્ક ફૅન્ટસી તેની મજેદાર ચોકો રચનાઓ માટે તથા સેન્ટર ફિલ્ડ કૂકી કેટેગરીમાં જાણીતું નામ છે. ગ્રાહકો સાથેના સંવાદો દ્વારા અમને જાણવા મળ્યું કે ગ્રાહકો ક્રીમ કેટેગરીમાં નવા અને નાવિન્યતાસભર ઉત્પાદનો માટે ઉત્સુક છે. એટલું જ નહીં અમને જાણવા મળ્યું હતું કે સેન્ડવિચ ક્રીમ કેટેગરીમાં કોઈ મોટા નાવીન્ય કે સુધારાઓ થયા નથી. આ વાતને અમે તરત જ તક તરીકે ઝડપી લીધી અને સેન્ડવિચ ક્રીમ કેટેગરીને સેન્ટર ફિલ્ડના ચડિયાતા અનુભવમાં બદલવાનો નિર્ણય લીધો. નવા જમાનાના ગ્રાહકોને ઉત્તેજનાસભર અને નવો અનુભવ પૂરો પાડવાના અમારા સાતત્યસભર પ્રયાસોનું પરિણામ એટલે ડાર્ક ફૅન્ટસી વેનિલા ફિલ્સ. સનફીસ્ટ ડાર્ક ફૅન્ટસી એક દાયકા કરતાં વધુ સમયથી સૌની પ્રિય કૂકી બ્રાન્ડ છે, અને અમારા ગ્રાહકો પાસેથી અમને પ્રેમ અને ટેકો મેળવવાની અપેક્ષા રાખીએ છીએ".
કેટલી છે કિંમત
75 ગ્રામ માટે રૂ. 20ની કિંમતમાં ઉપલબ્ધ, સનફીસ્ટ ડાર્ક ફૅન્ટસી વેનિલા ફિલ્સ તમામ રિટેલ દુકાનોમાં તથા દક્ષિણ અને પશ્ચિમ ક્ષેત્રોમાં કેટલાક પસંદગીના મૉડર્ન ટ્રેડ સ્ટોર્સ પર પણ ઉપલબ્ધ થશે