Swiggy: સ્વિગીએ તેનો સાતમો વાર્ષિક ટ્રેન્ડ રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2022માં સૌથી વધુ કયો ઓર્ડર આપવામાં આવ્યો હતો. બિરયાની પહેલાની જેમ નવા રેકોર્ડ બનાવી રહી છે. આ વર્ષે દર સેકન્ડે 2.28 બિરયાનીનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. આ સાથે, રિપોર્ટમાંથી એ પણ બહાર આવ્યું છે કે ભારતીયો હવે વિદેશી ફ્લેવર પણ અપનાવી રહ્યા છે. રેવિઓલી (ઇટાલિયન) અને બિબિમ્બાપ (કોરિયન) લોકપ્રિય પસંદગીઓ તરીકે ઉભરી આવ્યા છે.


અહીં અમે તમને આખા વર્ષ દરમિયાન વિવિધ કેટેગરીમાં સ્વિગી પર સૌથી વધુ ઓર્ડર કરાયેલી વાનગીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે સ્વિગી ફૂડ ઓર્ડર કરવા માટે ખૂબ જ લોકપ્રિય એપ છે.


સ્વિગી પર સૌથી વધુ ઓર્ડર કરાયેલ વાનગીઓ


ચિકન બિરયાની


મસાલા ઢોસા


ચિકન ફ્રાઈડ રાઇસ


પનીર બટર મસાલો


બટર નાન


વેજ ફ્રાઈડ રાઇસ


વેજ બિરયાની


તંદૂરી ચિકન


આ સૌથી વધુ ઓર્ડર કરાયેલી વિદેશી વાનગીઓ છે


ઇટાલિયન પાસ્તા


પિઝા


મેક્સીકન બાઉલ


મસાલેદાર રામેન


સુશી


આ સૌથી વધુ ઓર્ડર કરાયેલા નાસ્તા છે


સમોસા


પોપકોર્ન


પાવભાજી


ફ્રેન્ચ ફ્રાઈસ


ગાર્લિક બ્રેડસ્ટિક્સ


હોટ વિંગ્સ


ટેકો


ક્લાસિક સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ


મિંગલ્સ બકેટ


સૌથી વધુ ઓર્ડર કરેલ મીઠાઈઓ


ગુલાબ જાંબુ


રસમલાઈ


ચોકો લાવા કેક


રસગુલ્લા


ચોકોચિપ્સ આઈસ્ક્રીમ


આલ્ફોન્સો મેંગો આઈસ્ક્રીમ


કાજુ કતરી


ટેન્ડર કોકોનટ આઈસ્ક્રીમ


ડેથ બાય ચોકલેટ


હોટ ચોકલેટ ફજ


રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ વખતે સ્વિગીમાં ગિલ્ટ-ફ્રી ખોરાકના વિકલ્પો માટે 23 ટકા વધુ સર્ચ કરવામાં આવ્યું હતું. ગિલ્ટ – ફ્રી ખોરાક-વિકલ્પો સૌથી વધુ બપોરે શોધાયા હતા. આશ્ચર્યજનક વાત એ છે કે એકલા બેંગલુરુના એક ગ્રાહકે માત્ર એક અઠવાડિયામાં 118 વખત ભોજનનો ઓર્ડર આપ્યો.


સૌથી ઝડપી ઓર્ડર 1.03 મિનિટમાં વિતરિત થયો


સ્વિગીએ શેર કર્યું કે ઇન્સ્ટામાર્ટ દ્વારા અત્યાર સુધીનો સૌથી ઝડપી ઓર્ડર 1.03 મિનિટમાં ડિલિવરી કરવામાં આવ્યો હતો, ગ્રાહક સ્ટોરથી 50 મીટર દૂર હતો. કંપનીએ કહ્યું કે લોકોએ સ્વિગી ઈન્સ્ટામાર્ટથી ઘણાં ઈન્સ્ટન્ટ નૂડલ્સ અને દૂધનો ઓર્ડર આપ્યો હતો. આ સિવાય ઈન્સ્ટામાર્ટ પર 3,62,10,084 ચિપ્સનો ઓર્ડર પણ આપવામાં આવ્યો હતો.