Syrma SGS Tech IPO Price Band: ચેન્નાઇ સ્થિત ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ્સ નિર્માતા Syrma SGS ટેક્નોલૉજીનો IPO આજથી અરજી માટે ખુલ્યો છે અને રોકાણકારો આ IPOમાં શેર ખરીદવા માટે 18 ઓગસ્ટ, 2022 સુધી અરજી કરી શકે છે. Syrma SGS ટેક્નોલોજી IPO દ્વારા 840 કરોડ રૂપિયા એકત્ર કરવા જઈ રહી છે. કંપનીએ પ્રાઈસ બેન્ડ રૂ. 209-220 પ્રતિ શેર નક્કી કરી છે.


એન્જિનિયરિંગ અને ડિઝાઇન કંપની Syrma SGS ટેક્નોલોજી IPO દ્વારા રૂ. 840 કરોડ એકત્ર કરવા જઇ રહી છે અને આ IPOમાં રૂ. 766 કરોડનો નવો ઇશ્યૂ જારી કરવામાં આવી રહ્યો છે. હાલના રોકાણકારો અને પ્રમોટર્સ IPO દ્વારા તેમના હોલ્ડિંગમાં 33,69,360 શેર વેચવા જઈ રહ્યા છે. કંપનીએ IPO માટે 209-220 રૂપિયા પ્રતિ શેરની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે.


IPO દ્વારા એકત્ર કરાયેલા નાણાંનો ઉપયોગ ઉત્પાદન અને સંશોધન અને વિકાસના વિસ્તરણ માટે મૂડી ખર્ચને ભંડોળ આપવા માટે કરવામાં આવશે. નાના રોકાણકારો ઓછામાં ઓછા 68 શેર માટે અરજી કરી શકે છે જેના માટે 14,960 રૂપિયા ચૂકવવા પડશે. વ્યક્તિ વધુમાં વધુ રૂ. 194,480 રૂપિયામાં 884 શેર માટે અરજી કરી શકે છે. IPOમાં 50 ટકા ક્વોટા સંસ્થાકીય રોકાણકારો માટે, 15 ટકા બિન-સંસ્થાકીય રોકાણકારો માટે અને 35 ટકા રિટેલ રોકાણકારો માટે આરક્ષિત છે.


કંપની શું કરે છે


Syrma SGS ટેક્નોલોજી પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ એસેમ્બલી ડિઝાઇન અને ઉત્પાદન કરે છે. તે વિવિધ ક્ષેત્રો માટે રેડિયો ફ્રિક્વન્સી આઇડેન્ટિફિકેશન ટૅગ્સ અને ઇલેક્ટ્રોમેગ્નેટિક અને ઇલેક્ટ્રોટેકનિકલ ઉત્પાદનોનું પણ ઉત્પાદન કરે છે. જો તમે કંપનીના ગ્રાહકો પર નજર નાખો, તો Bosch, HUL, Atomborg અને TVS Motors કંપનીના ગ્રાહકો છે.


ગ્રે માર્કેટ પ્રીમિયમ


ગુરુવારે ગ્રે માર્કેટમાં સિરમા એસજીએસ ટેક્નોલોજીનો શેર 7 ટકા અથવા રૂ. 15 (સિરમા આઈપીઓ જીએમપી)ના પ્રીમિયમ સાથે રૂ. 235 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે રોકાણકારોએ ગ્રે માર્કેટ પ્રીમિયમ પર આધાર રાખવો જોઈએ નહીં, પરંતુ કંપનીની નાણાકીય સ્થિતિ અને ફંડામેન્ટલ્સને ધ્યાનમાં લઈને રોકાણનો નિર્ણય લેવો જોઈએ. તેઓ કહે છે કે ગ્રે માર્કેટ ડેટા અનૌપચારિક અને બિન-નિયંત્રિત છે.