Tata Multi-Sector Passive FoF: શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે ટાટા એસેટ મેનેજમેન્ટે એક નવું ફંડ ઓફરિંગ (NFO) લોન્ચ કર્યું છે. કંપનીએ ટાટા મલ્ટી-સેક્ટર પેસિવ ફંડ ઓફ ફંડ્સ (FoF) લોન્ચ કર્યું છે. આ ફંડ ઓફ ફંડ્સ રોકાણકારોને એક છત નીચે અનેક ક્ષેત્રોમાં રોકાણ કરવાની તક આપે છે. તે એક ઓપન-એન્ડેડ સ્કીમ છે, જે રોકાણકારોને ઇચ્છા મુજબ પ્રવેશ અને બહાર નીકળવાની મંજૂરી આપે છે. શેરોમાં સીધા રોકાણ કરવાને બદલે ટાટાનું નવું ફંડ વિવિધ ક્ષેત્ર-કેન્દ્રિત ઇન્ડેક્સ ફંડ્સ અને ETF માં રોકાણ કરશે.

Continues below advertisement

ઓછી કિંમત અને ડાયનેમિક એપ્રોચનો મળશે ફાયદો 

Continues below advertisement

આ પૈસિવ ઈન્વેસ્ટમેન્ટનો  સૌથી મોટો ફાયદો તેના ઓછા ખર્ચ છે. ફંડ મેનેજર બજારના વલણોના આધારે ડાયનેમિક એપ્રોચ અપનાવશે. આનો અર્થ એ છે કે મજબૂતાઈ અથવા ગતિ દર્શાવતા ક્ષેત્રોમાં રોકાણનો હિસ્સો વધારવામાં આવશે, અને જોખમ ધરાવતા ક્ષેત્રોમાં હિસ્સો ઘટાડવામાં આવશે.

આ યોજના રોકાણકારોને ખોટી એન્ટ્રી અને એક્ઝિટથી બચાવશે

ટાટા એસેટ મેનેજમેન્ટના ચીફ બિઝનેસ ઓફિસર આનંદ વરદરાજને જણાવ્યું હતું કે ભારતની વિકાસ યાત્રાની સાથે ગ્રોથના ડાઈવર્સ પણ સતત બદલાતા રહે છે. ઘણીવાર, રોકાણકારો યોગ્ય સમયે કોઈ ક્ષેત્રમાં પ્રવેશી શકતા નથી કે બહાર નીકળી શકતા નથી, જે તેમના નફા પર અસર કરે છે. તેમના મતે, આ નવું ફંડ રોકાણકારોને એક શિસ્તબદ્ધ અને વ્યવસ્થિત માળખું પૂરું પાડશે. આનાથી રોકાણકારોને વારંવાર નક્કી કરવાની જરૂરિયાત દૂર થશે કે કયું ક્ષેત્ર ખરીદવું અને કયું વેચવું. સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે નિયમો અને બજારની ભાવના પર આધારિત હશે.

6 જુલાઈ સુધી રોકાણ કરી શકાય છે

આ સ્કીમની સૌથી મોટી ખાસિયત તેનું ટે્સ એફિશિએન્ટ સ્ટ્રક્ચર છે. જ્યારે તમે એક ક્ષેત્રમાંથી પૈસા ઉપાડો છો અને તેને બીજા ક્ષેત્રમાં રોકાણ કરો છો ત્યારે તમારે મૂડી લાભ કર ચૂકવવો પડશે. જો કે, આ ફંડ ઓફ ફંડ (FoF) ની અદર ફંડ મેનેજર જે રીબેલેન્સિંગ કરશે, તેના પર  રોકાણકારોએ કોઈ ટેક્સની જવાબદારી રહેશે નહીં. એ નોંધવું જોઈએ કે આ NFO 22 જૂન, 2026 ના રોજ ખુલ્યો હતો, અને રોકાણકારો 6 જુલાઈ, 2026 સુધી રોકાણ કરી શકે છે. આ યોજનાનો બેન્ચમાર્ક નિફ્ટી 500 ટોટલ રિટર્ન ઇન્ડેક્સ (TRI) છે. તે ઇક્વિટી ક્ષેત્રો સાથે ભારે જોડાયેલ છે, તેથી તેને ખૂબ જ ઉચ્ચ શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો- Gold-Silver Price: આજે 6000થી વધુ સસ્તી થઈ ચાંદી, જાણો સોનાના ભાવમાં કેટલો થયો ઘટાડો?

તમે કેટલાથી રોકાણ શરૂ કરી શકો છો?

આ NFO માં રોકાણ ઓછામાં ઓછા રૂ. 5,000 થી કરી શકાય છે. ત્યારબાદ કોઈપણ રકમ રૂ. 1 ના ગુણાંકમાં ઉમેરી શકાય છે. આ યોજના માટે કોઈ એન્ટ્રી લોડ નથી. જોકે, રોકાણકારોએ પ્રવાહિતાના નિયમોનું ધ્યાન રાખવું જોઈએ. જો યુનિટ્સ ફાળવણીના 30 દિવસની અંદર રિડીમ કરવામાં આવે છે, તો 0.50% નો એક્ઝિટ લોડ લાગુ થશે. 30-દિવસના સમયગાળા પછી ઉપાડ માટે કોઈ એક્ઝિટ લોડ લાગુ થશે નહીં.