PAN-Aadhaar Link: કેન્દ્ર સરકારે PAN સાથે આધાર લિંક કરવાની સમયમર્યાદા વધારવાની જાહેરાત કરી છે. હવે કરદાતાઓ 30 જૂન 2023 સુધીમાં PAN ને આધાર સાથે લિંક કરી શકશે. ટૂંક સમયમાં સરકાર આ અંગે નોટિફિકેશન બહાર પાડશે.
આધાર-PAN લિંક કરવાની સમયમર્યાદા ભૂતકાળમાં ઘણી વખત લંબાવવામાં આવી છે. 31 માર્ચ, 2022 પહેલા લિંક કરવાની પ્રક્રિયા મફત હતી. 1 એપ્રિલ, 2022 થી 500 રૂપિયાની ફી લાદવામાં આવી હતી અને 1 જુલાઈ, 2022 થી વધારીને 1,000 રૂપિયા કરવામાં આવી હતી.
ગયા વર્ષે જુલાઈમાં સંસદમાં શેર કરાયેલ સરકારી ડેટા અનુસાર, કુલ 61,73,16,313 (6.17 કરોડ) વ્યક્તિગત PANમાંથી, 46,70,66,691 (4.67 કરોડ) પાન-આધાર સાથે જોડાયેલા હતા.
10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે
અહીં જાણો આધાર-PAN લિંક કરવાની સંપૂર્ણ પ્રક્રિયા...
- ઈન્કમ ટેક્સનું e-filing પોર્ટલ ખોલો. અહીં લિંક છે- https://incometaxindiaefiling.gov.in/
- જો પહેલાથી રજિસ્ટર્ડ નથી તો નોંધણી કરો. તમારો પાન નંબર (Permanent Account Number) તમારું ID હશે.
- હવે તમારું યુઝર આઈડી, પાસવર્ડ અને જન્મ તારીખ દાખલ કરીને લોગિન કરો.
- એક પોપ અપ વિન્ડો દેખાશે, જેના પર તમને PAN ને આધાર સાથે લિંક કરવા માટે કહેવામાં આવશે. જો તે ન આવે તો 'પ્રોફાઈલ સેટિંગ્સ'માં જઈને 'લિંક આધાર' પર ક્લિક કરો.
- હવે પાન પર દાખલ કરેલ જન્મ તારીખ અને લિંગની વિગતો અહીં પહેલેથી જ દેખાશે.
- હવે આ વિગતોને તમારી આધાર વિગતો સાથે મેચ કરો. જો આ વિગતો બંને દસ્તાવેજોમાં મેળ ખાતી નથી, તો તમારે જે ખોટું છે તેને સુધારવું પડશે.
- જો વિગતો મેળ ખાતી હોય, તો તમારો આધાર નંબર દાખલ કરો અને "હવે લિંક કરો" બટન પર ક્લિક કરો.
- એક પોપ-અપ મેસેજ દેખાશે, જે તમને જણાવશે કે તમારું PAN આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવ્યું છે.
- તમે તમારા PAN ને આધાર સાથે લિંક કરવા માટે https://www.utiitsl.com/ અથવા https://www.egov-nsdl.co.in/ પર પણ જઈ શકો છો.
આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવા માટે, તમારે 1000 રૂપિયા ચૂકવવા પડશે. આવકવેરા વિભાગના ઈ-ફાઈલિંગ પોર્ટલ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, કોઈપણ વ્યક્તિએ પાન કાર્ડને આધાર સાથે લિંક કરવા માટે 1000 રૂપિયાની ફી ચૂકવવી ફરજિયાત છે. જો આ બંને દસ્તાવેજો 31 માર્ચ સુધીમાં લિંક નહીં થાય તો તમારું પાન કાર્ડ નકામું થઈ જશે.