(Source: Poll of Polls)
Gold Price Today: દિવાળીના દિવસે ઝાંખી પડી સોનાની ચમક, જાણો ગોલ્ડનો લેટેસ્ટ રેટ
Gold Price Today: દિવાળી પર સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો તમે આજે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે તમારા શહેરની લેટેસ્ટ કિંમત જાણો.

Gold Price Today:0 સોમવારે સ્થાનિક વાયદા બજારમાં સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો. 20 ઓક્ટોબર, સોમવારના રોજ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 5 ડિસેમ્બરની સમાપ્તિ તારીખવાળા સોનાના વાયદા ₹1,27,817 પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યા. છેલ્લા ટ્રેડિંગ દિવસે, MCX પર સોનું ₹1,27,008 પર બંધ થયું હતું.
20 ઓક્ટોબરના રોજ સવારે 10 વાગ્યે, 5 ડિસેમ્બરની સમાપ્તિ તારીખવાળા સોનાનો ભાવ MCX પર ₹1,28,050 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે પાછલા દિવસના બંધ ભાવથી આશરે ₹1,000 નો વધારો દર્શાવે છે. MCX સોનું શરૂઆતના ટ્રેડિંગમાં ₹1,28,556 ની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું.
MCX પર ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. 20 ઓક્ટોબરના રોજ 5 ડિસેમ્બરની સમાપ્તિ તારીખવાળા ચાંદી ₹1,59,875 પર ખુલ્યા. લખાતા સમયે, ચાંદી ₹1,56,751 પર ટ્રેડ થઈ રહી હતી.
અમદાવાદમાં સોનાના ભાવ (પ્રતિ 1૦ ગ્રામ)
24 કેરેટ - ₹૧,૩૦,૭૪૦
22 કેરેટ - ₹1,19, 850
18 કેરેટ - ₹98,૦70
અમદાવાદમાં ચાંદીની કિંમત
અમદાવાદમાં ચાંદીનો ભાવ ₹1,93,600 પ્રતિ કિલોગ્રામ છે. ચાંદીના ભાવ વિવિધ પરિબળોથી પ્રભાવિત થાય છે, જેમાં આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવ, અમેરિકન ડોલર સામે વિનિમય દર અને લગ્ન અને તહેવારોની મોસમ દરમિયાન ચાંદીની માંગનો સમાવેશ થાય છે.
આજે દેશભરમાં દિવાળીની ઉજવણી થઈ રહી છે. દિવાળી પર સોનાના ભાવમાં ઘટાડો થવાથી લોકોના ચહેરા પર સ્મિત આવી ગયું છે. ઘણા લોકો દિવાળી પર સોનું અને ચાંદી ખરીદવાને શુભ માને છે, અને તેઓ ધનતેરસની જેમ આ દિવસે પણ પીળી ધાતુ ખરીદે છે.
ભારતમાં ભારતીયો સાથે સોનું અને ચાંદી સાંસ્કૃતિક રીતે સંકળાયેલા છે. સોનાની માંગ વર્ષોથી મજબૂત રહી છે. રોકાણકારો સોનાને સલામત રોકાણ તરીકે પણ જુએ છે અને તેમાં રોકાણ કરે છે. આ જ કારણ છે કે ભારતમાં સોના અને ચાંદીની ડિમાન્ડ વધુ રહે છે.





















