નવી દિલ્હીઃ વર્ષમાં અમુક મહિના એવા હોય છે જ્યારે ઘણા ફેરફારો થાય છે. ભલે તે માર્ચ હોય કે જાન્યુઆરી. આવતા મહિને એટલે કે જુલાઈમાં પણ ઘણા નિયમો બદલાઈ રહ્યા છે. 10 દિવસ પછી, જુલાઈ મહિનો શરૂ થશે અને ઘરેલુ ગેસના ભાવમાં ફેરફાર થશે. જે લોકો આધાર અને પાન કાર્ડ લિંક નહીં કરાવે તેમને દંડ કરવામાં આવશે. ચાલો જાણીએ કે આવા કયા નિયમો 10 દિવસ પછી બદલાશે.


પાન આધાર લિંક


જો તમે હજી સુધી તમારું આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક નથી કર્યું, તો એક્ટિવ થઈ જાઓ. તમારી પાસે 10 દિવસ છે. આધાર PAN લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન છે. આ પછી, જેમના આધાર PAN લિંક નથી તેઓને દંડ કરવામાં આવશે. જો તમે આ કામ 30 જૂન પહેલા કરાવો છો તો તમારે 500 રૂપિયાનો દંડ ભરવો પડશે. જુલાઈથી દંડની રકમ વધીને 1000 રૂપિયા થઈ જશે.


ડીમેટ એકાઉન્ટનું કેવાયસી


જો તમે પણ શેર ખરીદો અને વેચો અને ડીમેટ એકાઉન્ટ ધરાવો છો, તો આ સમાચાર તમારા માટે છે. 30મી જૂન સુધીમાં તમારું ટ્રેડિંગ એકાઉન્ટ KYC કરાવો નહીંતર તમારું એકાઉન્ટ અસ્થાયી રૂપે બંધ થઈ શકે છે. પછી તમે શેરની ખરીદી અને વેચાણ કરી શકશો નહીં.


ક્રિપ્ટોકરન્સી પર TDS


ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરનારાઓને 30 ટકા ટેક્સ બાદ વધુ એક ઝટકો લાગશે. હવે ક્રિપ્ટોમાં નાણાંનું રોકાણ કરનારાઓએ પણ 1 ટકા TDS ચૂકવવો પડશે. તમે નફો કરી રહ્યા છો કે નુકસાન તેનાથી કોઈ ફેર નહીં પડે, તમારે બન્ને સ્થિતિમાં TDS ચૂકવવો પડશે.


રાંધણગેસની કિંમત


નવા મહિનાની શરૂઆતમાં એટલે કે 1 જુલાઈએ એલપીજી ગેસના ભાવ પણ વધી શકે છે. ઘરેલું અને કોમર્શિયલ એલપીજી ગેસની કિંમતો દર મહિનાની પહેલી તારીખે નક્કી કરવામાં આવે છે. એવી ધારણા છે કે ભાવ ફરી વધી શકે છે.


દિલ્હીમાં મિલકત પર કર મુક્તિ


આ માહિતી દિલ્હીવાસીઓ માટે છે. દિલ્હીમાં જો તમે 30 જૂન સુધીમાં પ્રોપર્ટી ટેક્સ જમા કરાવો છો તો તમને 15 ટકા રિબેટ મળશે. આ ડિસ્કાઉન્ટ 30 જૂન પછી ઉપલબ્ધ રહેશે નહીં.