HDFC Bank Services:  દેશની સૌથી મોટી ખાનગી બેંક HDFC ની કેટલીક સેવાઓ અસ્થાયી રૂપે બંધ રહેશે. ગ્રાહક સંભાળ સેવા, WhatsApp ચેટ બેંકિંગ અને SMS બેંકિંગ જેવી સુવિધાઓ પ્રભાવિત થશે. આ સેવાઓ 22 ઓગસ્ટ 2025 ની રાતથી 23 ઓગસ્ટ 2025 ની સવાર સુધી પ્રભાવિત થશે. એટલે કે આજ રાતથી થોડા કલાકો પછી ગ્રાહકોને આ સેવાઓનો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડી શકે છે.

Continues below advertisement

ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ, બેંક તેના એકંદર બેંકિંગ અનુભવને સુધારવા માટે સિસ્ટમને અપગ્રેડ કરી રહી છે. આ કારણોસર આ સેવાઓ અસ્થાયી રૂપે બંધ રહેશે.

આ અસર ક્યારથી  ક્યાં સુધી રહેશે?

Continues below advertisement

HDFC બેંકની આ સેવાઓ 22 ઓગસ્ટના રોજ રાત્રે 11 વાગ્યાથી 23 ઓગસ્ટના રોજ સવારે 6 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે નહીં. આ સમય દરમિયાન, ઇમેઇલ સપોર્ટ, ફોન બેંકિંગ IVR, સોશિયલ મીડિયા સહાય, SMS બેંકિંગ અને WhatsApp ચેટ બેંકિંગ બંધ રહેશે. જો કે, જો કોઈ ગ્રાહક પોતાનું કાર્ડ ગુમાવે છે, તો તેઓ ટોલ ફ્રી નંબર પર જાણ કરી શકે છે.

કઈ સેવાઓ કાર્યરત રહેશે ?

મેન્ટેનન્સ દરમિયાન, ફોન બેંકિંગ એજન્ટ સેવાઓ, HDFC બેંક નેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ, PayZapp અને MyCards જેવી સુવિધાઓ પહેલાની જેમ જ કાર્યરત રહેશે. HDFC બેંકના ગ્રાહકો નેટ બેંકિંગ પ્લેટફોર્મ દ્વારા ગમે ત્યારે અને ગમે ત્યાં 200 થી વધુ સેવાઓનો ઉપયોગ કરી શકશે.

એ નોંધનીય છે કે દરેક બેંક તેના ગ્રાહકોના અનુભવને સુધારવા માટે સમયાંતરે સિસ્ટમને અપગ્રેડ કરે છે. જો કે, આ પ્રક્રિયા દરમિયાન કેટલીક સેવાઓને અસ્થાયી રૂપે બંધ કરવી પડે છે. આવી સ્થિતિમાં, દેશની સૌથી મોટી ખાનગી બેંક દ્વારા કરવામાં આવેલ આ અપગ્રેડ ગ્રાહકોને થોડા સમય માટે અસુવિધા પણ લાવશે, કારણ કે આ સમય દરમિયાન કેટલીક સુવિધાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

આ પ્રથમ વખત નથી.  બેન્કિંગ સેવાઓ મેન્ટેનન્સ અને સિસ્ટમ જાળવણી કરતી રહે છે. આ પ્રકારનું જાળવણી કાર્ય સમયાંતરે કરવામાં આવે છે. ગ્રાહકોને વધુ સારી સેવાઓ પૂરી પાડવા માટે આ પ્રકારનું  મેન્ટેનન્સ કરવામાં આવે છે.  મેન્ટનન્સ કાર્ય પહેલાં, બેંક ગ્રાહકોને માહિતી મોકલે છે. આ અંગે તેમના ગ્રાહકોને પહેલાથી જ મેસેજ કરીને જાણ કરવામાં આવે છે.