Dhanteras 2021 Digital Gold For 1 Rupee Only: હિન્દુ ધર્મમાં ધનતેરસ અને દિવાળીનું ખાસ મહત્વ છે. પ્રાચીનકાળથી જ લોકો ધનતેરસના મોકા પર સોના-ચાંદીની ખરીદી કરે છે. ધનતેરસના અવસર પર લોકો ખાસ કરીને સોનાથી બનેલી વસ્તુઓ ખરીદો છે. પરંતુ કોરોનારકાળમાં લોકો માટે સોનું ખરીદવું આસાન રહ્યું નથી. પરંતુ આજે અમે તમને એવી સ્કીમ અંગે જણાવી રહ્યા છીએ જેમાં તમે માત્ર 1 રૂપિયામાં સોનું ખરીદી શકો છો. જો તમારી કિસ્મત સાથે આપે તો તમે ડિજિટલ ગોલ્ડ માત્ર 1 રૂપિયામાં જ ખરીદી શકો છો.


અનેક કંપનીઓએ ગ્રાહકોને આકર્ષવા કાઢી ઓફર


આજના સમયમાં મોટાભાગના લોકો ડિજિટલ પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરે છે. અનેક ડિજિટલ પેમેન્ટ કંપનીઓ જેવી કે પેટીએમ, ગૂગલ પે, ફોન પે દ્વારા આકર્ષક ઓફર આપવામાં આવી છે. આ ઉપરાંત HDFC Securities અને મોતીલાલ ઓસ્વાલે પણ ડિજિટલ ગોલ્ડ ખરીદવા માટે શાનદાર ઓફર કાઢી છે. આજકાલ ડિજિટલ ગોલ્ડ ખરીદવાનું ચલણ વધી રહ્યું છે.


આ રીતે ખરીદી શકો છો ગોલ્ડ કોઈન



  • ગૂગલ પે પર ગોલ્ડ કોઈન ખરીદવા માટે સૌથી પહેલા એકાઉન્ટ ખોલવું પડશે.

  • જે બાદ ગોલ્ડ ઓપ્શનને સિલેક્ટ કરો.

  • આ પછી પેમેન્ટ કરીને તમે ડિજિટલ ગોલ્ડ ખરીદી શકો છો.

  • તમારા ગોલ્ડ મોબાઇલ વોલેટને ગોલ્ડ લોકરમાં સુરક્ષિત રાખો.

  • જો તમે ઈચ્છો તો ગોલ્ડ વેચીને ડિલિવરી કે ગિફ્ટ તરીકે કોઇને આપી શકો છો.

  • જો તમે ગોલ્ડ વેચવા માંગતા હો તો Sell Button પર ક્લિક કરો.

  • જો તમે કોઈને ગિફ્ટ આપવા માંગતા હો તો Gift Button પર ક્લિક કરો,

  • જો તમે આ ગોલ્ડની ઘરે ડિલિવરી લેવા માંગતા હો તો ઓછામાં ઓછું અડધો ગ્રામ ડિજિટલ ગોલ્ડ ખરીદવું પડશે.