Twitter Layoff : જ્યારથી ઈલોન મસ્ક ટ્વિટરનો માલિક બન્યા છે ત્યારથી તે કંપનીમાં અનેક મોટા ફેરફારો કરી રહ્યાં છે. પહેલા કર્મચારીઓની છટણીના પહેલા રાઉન્ડ બાદ હવે છટણીનો બીજો તબક્કો પણ હાથ ધરવામાં આવ્યો છે. સૌથી મહત્વની અને આશ્ચર્યજનક વાત તો એ છે કે, કર્મચારીઓ સાથેની મીટિંગમાં મસ્કએ દાવો કર્યો હતો કે ટ્વિટર હવે વધુ કર્મચારીઓને નોકરીમાંથી નહીં કાઢે તેવુ વચન આપ્યું હતું. આ વચન આપ્યા છતાંયે મસ્કે આ નિર્ણય લેતા તેમની ચારેકોર ટીકા થઈ રહી છે. 


હજી ગયા અઠવાડિયે જ સેલ્સ અને એન્જિનિયરિંગ વિભાગના ડઝનેક કર્મચારીઓને દૂર કરવામાં આવ્યા હતા. તેમાં ઈલોન મસ્કની સીધી રિપોર્ટિંગ એક્ઝિક્યુટિવ શામેલ છે જે ટ્વિટરના એડ બિઝનેસ માટે એન્જિનિયરિંગ મેનેજમેન્ટ કરી રહી હતી. ધ વર્જના સમાચાર મુજબ નવા ટ્વિટર સીઈઓ ત્રણ રાઉન્ડમાં છટણી કરશે.


કર્મચારીઓની સમય સમયે થઈ રહી છે છટણી


ઈલોન મસ્ક નવેમ્બરમાં સૌથી વધુ છટણીકરી હતી. પહેલા રાઉન્ડની છટણીમાં 7,500 ટ્વિટર કર્મચારીઓમાંથી બે તૃતીયાંશ અસરગ્રસ્ત બન્યા હતા. એક ઈન્ટરનલ મીટિંગમાં ઈલોન મસ્કએ દાવો કર્યો હતો કે, તે ટ્વિટર પર એન્જિનિયરિંગ અને સેલ્સની પોઝિશન માટે સક્રિયપણે છટણી કરી રહ્યું છે. આ સિવાય કર્મચારીઓને સારા ઉમેદવારોની યાદી આપવાનું પણ કહેવામાં આવ્યું છે. પરંતુ સમય સમય પર તેઓ કર્મચારીઓને બહારનો માર્ગ પણ બતાવી રહ્યા છે.


ભારતમાં બે કચેરીઓ બંધ


ફક્ત આટલુ જ નહીં, કંપનીને નફામાં લાવવા માટે ઘણા મોટા નિર્ણયો લઈ રહ્યા છે. ટ્વિટરએ ભારતમાં તેની ત્રણ ઓફિસોમાંથી બે બંધ કરી દીધી છે અને તેના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સૂચના આપી છે. ટ્વિટરએ નવી દિલ્હી અને મુંબઇમાં તેની ઓફિસો બંધ કરી દીધી છે.


ગયા વર્ષે નવેમ્બરમાં મસ્કે ભારતમાં તેના 90 ટકાથી વધુ કર્મચારીઓને બરતરફ કર્યા હતા. એક અઠવાડિયામાં ટ્વિટરના મુખ્ય ફીડમાં જાહેરાતોને લક્ષ્ય બનાવવાની રીત સુધારવા માટે મસ્કે આંતરિક સૂચના પણ આપી છે.


Twitter Fresh Layoffs: ઇલોન મસ્કે ફરી એક વખત ટ્વિટરમાં કરી છટણી! હવે આ વિભાગના કર્મચારીઓની નોકરી ગઈ


ટ્વિટરમાં ફરી એકવાર છટણી કરવામાં આવી છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ટ્વિટર પરથી અનેક કર્મચારીઓએ તેમની નોકરી ગુમાવી દીધી છે. ફરી એકવાર ટ્વિટર પરથી કર્મચારીઓને કાઢી મૂકવાનો મામલો સામે આવ્યો છે. ઇલોન મસ્કને આ વખતે અન્ય ટીમમાંથી છટણી કરવામાં આવી છે. આ છટણી એવા સમયે થઈ છે જ્યારે ટ્વિટરે ભારતમાં તેની બે ઓફિસ બંધ કરી દીધી છે અને કર્મચારીઓને ઘરેથી કામ કરવા કહ્યું છે.


ધ ઈન્ફોર્મેશન વેબસાઈટના અહેવાલ મુજબ ઈલોન મસ્કે આ વખતે ટ્વિટરની સેલ ટીમમાંથી કર્મચારીઓને કાઢી મૂક્યા છે. જો કે કેટલા કર્મચારીઓને બરતરફ કરવામાં આવશે તે સ્પષ્ટ નથી. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઇલોન મસ્કે સેલ્સ અને માર્કેટિંગ ટીમમાંથી લગભગ 800 ટ્વિટર કર્મચારીઓને કાઢી મૂક્યા છે. જણાવી દઈએ કે તાજેતરમાં જ ટ્વિટર દ્વારા મુંબઈ અને દિલ્હીની ઓફિસ પણ બંધ કરવામાં આવી છે.