લંડનઃ બ્રિટનની કોર્ટે ભારતના ભાગેડુ ડાયમંડ વેપારી નીરવ મોદીને મોટો ઝટકો આપ્યો છે. યૂકે હાઈકોર્ટ બુધવારે નીરવ મોદીના ભારત પ્રત્યર્પણ સામે અપીલ કરવાની અરજી ફગાવી દીધી છે. પંજાબ નેશનલ બેંકના કૌભાંડી વિજય માલ્યાની બંધ થઈ ચુકેલી કિંગફિશર એરલાઇન્સ સાથે જોડાયેલા મામલમાં બેંકોને થયેલા નુકસાનના 40 ટકા પૈસા પીએમએલએ એક્ટ હેઠળ વેચવા માટે પ્રાપ્ત કરવામાં આવ્યા છે. ઈડીએ બુધવારે આ જાણકારી આપી છે.
EDના કહ્યા મુજબ એજન્સીએ વિજય માલ્યા, મેહુલ ચોક્સી અને નીરવ મોદી જેવા ભાગેડુને કુલ 18170 કરોડની સંપત્તિ સીલ કરી છે. આ રકમ બેંકોને થયેલા નુકશાનથી લગભગ 80.45 ટકા છે. PMLAના કહ્યા મુજબ સીલ કરેલ બધી જ સંપત્તિનો મોટા ભાગનો હિસ્સો પબ્લિક સેન્ટરણી બેંકો અને કેન્દ્ર સરકારને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. આ રકમ 9371 કરોડ રૂપિયા છે. જેના કારણે થયેલા નુકસાનની થોડી રકમ ચૂકવી છે.
EDએ બેંકોનું કૌભાંડના મામલે દેશમાંથી ફરાર થઈ ચૂકેલા વિજય માલ્યા, મેહુલ ચોક્સી અને નીરવ મોદીની સંપત્તિમાંથી જપ્ત કરેલ 9371 કરોડ રૂપિયા સરકારી બેન્કો અને કેન્દ્ર સરકારને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. વધુમાં EDએ જાણકારી આપતા કહ્યું કે સરકારી બેંકોને 8441.5 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ મળીને સરકારી બેંકો સાથે કુલ 22,858.83 કરોડનું ફ્રોડ કર્યું હતું.
નીરવ મોદી હાલ લંડનની એક જેલમાં બંધ છે. જ્યારે મેહુલ ચોકસી ડોમેનિકાની જેલમાં છે. આ બંને સામે કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈ તપાસ કરી રહી છે અને તેમને ભારત લાવવાની કોશિશ થઈ રહી છે.
બાળકોની રસીને ક્યાં સુધીમાં મળી શકે છે મંજૂરી ? જાણો એઇમ્સના ડો. ગુલેરિયાએ શું કહ્યું......
વિશ્વના આ જાણીતા દેશમાં રસીના બંને ડોઝ લઈ ચૂકેલા 4000 લોકોને થયો કોરોના