Odisha Gujarat : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમેરિકન પ્રવાસ પૂરો થયાને થોડા જ દિવસો થયા છે કે તેની પડઘો બ્રિટન એટલે કે યુનાઇટેડ કિંગડમ સુધી પહોંચ્યો છે. બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકના દેશમાંથી ભારતને રૂપિયા 30 હજાર કરોડની ભેટ આપવામાં આવી છે. આ ભેટ બીજુ કંઈ નહીં પણ  સેમિકન્ડક્ટર રોકાણ છે. બ્રિટિશ કંપની ભારતના ઓડિશા રાજ્યમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવાનું વિચારી રહી છે. 

Continues below advertisement

અગાઉ અમેરિકન કંપની માઈક્રોન ટેક્નોલોજીએ ગુજરાતના સાણંદમાં પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, UKની SRAM અને MRAM ગ્રૂપની ભારતીય શાખા ઓડિશામાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ લગાવવાની તૈયારી કરી રહી છે.

30 હજાર કરોડનું રોકાણ

Continues below advertisement

મીડિયા અહેવાલો અનુસાર, અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે, યુકે સ્થિત એક કંપની ઓડિશાના ગંજમ જિલ્લામાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવાની યોજના બનાવી રહી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, પ્રથમ તબક્કામાં 30,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. યુકે સ્થિત SRAM અને MRAM ગ્રૂપની ભારતીય શાખા SRAM અને MRAM ટેક્નોલોજીસ એન્ડ પ્રોજેક્ટ્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડે રાજ્યમાં સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપવા માટે 26 માર્ચે રાજ્ય સરકાર સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. તેના અધ્યક્ષ ગુરુજી કુમારન સ્વામીની આગેવાની હેઠળ કંપનીના અધિકારીઓએ જિલ્લાના છત્રપુર નજીકના કેટલાક શહેરોની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ ગુરુવારે છત્રપુરમાં જિલ્લા વહીવટીતંત્ર સાથે બેઠક યોજી હતી.

500થી 800 એકર જમીનની જરૂર પડશે

ગંજમ કલેક્ટર દિવ્યા જ્યોતિ પરીડાએ રોકાણકારોને એકમો સ્થાપવા માટે તમામ સુવિધાઓ આપવાની ખાતરી આપી છે. કંપનીને યુનિટ સ્થાપવા માટે લગભગ 500 થી 800 એકર જમીનની જરૂર છે. ફર્મના પ્રોજેક્ટ ડિરેક્ટર દેબદત્ત સિંઘદેવે જણાવ્યું હતું કે, અમે સૂચિત સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપવા માટે ટાટાના ઔદ્યોગિક પાર્ક અને કેટલીક ખાનગી જમીન સહિત કેટલીક સાઇટ્સની મુલાકાત લીધી છે. કંપનીની ટેકનિકલ ટીમ સ્થળને અંતિમ સ્વરૂપ આપવા માટે જિલ્લાની મુલાકાત લેશે.

કંપનીના અધિકારીઓએ ઓડિશાના કેટલાક અન્ય જિલ્લાઓની પણ મુલાકાત લીધી હતી, પરંતુ સ્વચ્છ પાણી અને ઊર્જાની ઉપલબ્ધતા ઉપરાંત, તેઓએ ગોપાલપુર બંદરની નિકટતા, એક સમર્પિત ઔદ્યોગિક કોરિડોર, એક હવાઈ પટ્ટી અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ જેવી ફેબ્રિકેશન યુનિટની મૂળભૂત જરૂરિયાતો નોંધી હતી. જેના કારણે છત્રપુર નજીકની જગ્યા પસંદ કરવામાં આવી હતી.

5000 લોકોને સીધી મળશે રોજગારી 

સિંઘદેવે જણાવ્યું હતું કે, કંપની બે વર્ષમાં એકમ સ્થાપીને 5,000 લોકોને સીધી રોજગારી આપવાનું લક્ષ્ય ધરાવે છે. તે લગભગ રૂ. 2 લાખ કરોડના રોકાણ સાથે 2027 સુધીમાં અનુગામી તબક્કામાં એકમનું વિસ્તરણ કરવાની પણ યોજના ધરાવે છે. સેમિકન્ડક્ટર યુનિટ મોબાઇલ ફોન, ટેલિવિઝન સેટ, લેપટોપ, એર કંડિશનર અને એટીએમમાં ​​ઉપયોગમાં લેવાતી મેમરી ચિપ્સનું ઉત્પાદન કરશે. સેમિકન્ડક્ટર્સના ઉત્પાદનમાં દેશ આત્મનિર્ભર ન હોવાથી, તે વિવિધ દેશોમાંથી વાર્ષિક આશરે 3 લાખ કરોડ રૂપિયાના સેમિકન્ડક્ટર્સની આયાત કરે છે.

https://t.me/abpasmitaofficial