Budget 2026 Date: રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ (CCPA) એ બુધવારે સંસદના આગામી બજેટ સત્રની મુખ્ય તારીખોને મંજૂરી આપી હતી. ટોચના સૂત્રોના જણાવ્યા અનુસાર, સંસદ કેલેન્ડર મુજબ નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, રવિવારે કેન્દ્રીય બજેટ 2026-27 રજૂ કરશે. આ સાથે, તાજેતરના સમયમાં પહેલી વાર એવું બનશે કે કેન્દ્રીય બજેટ રવિવારે રજૂ કરવામાં આવશે. હાલમાં મીડિયા અહેવાલમાં 1 ફેબ્રુઆરીના દિવસે બજેટ રજૂ થાય તેવા અહેવાલ છે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. 

Continues below advertisement

સૂત્રોના જણાવ્યા અનુસાર, સંસદની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિનું સંબોધન 28 જાન્યુઆરીએ થશે.  જે બજેટ સત્રની શરૂઆત છે. આર્થિક સર્વેક્ષણ 29 જાન્યુઆરીએ સંસદમાં રજૂ કરવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે સંસદના બજેટ સત્રનો પહેલો ભાગ 28 જાન્યુઆરી અને 13 ફેબ્રુઆરીના રોજ યોજાશે, જ્યારે સત્રનો બીજો ભાગ 9 માર્ચ અને 2 એપ્રિલની વચ્ચે યોજાશે. બજેટની તૈયારીઓ પહેલાથી જ ચાલી રહી છે.

Continues below advertisement

આ દુર્લભ હતું, કારણ કે રવિવારે સંસદની બેઠકો ભાગ્યે જ  મળે છે. જોકે, રાષ્ટ્રીય મહત્વને કારણે રજા બદલવામાં આવી હતી. ત્યારથી, 1 ફેબ્રુઆરી એ નિશ્ચિત તારીખ પર પણ શનિવારે બજેટ રજૂ થયુંછે, જો કે રવિવારના દિવસે માત્ર 1999 માં બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, અને 26 વર્ષ પછી 2026 માં પણ આવું જ બનશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત નવમું કેન્દ્રીય બજેટ રજૂ કરશે, જે આઝાદી પછીનું 88મું બજેટ હશે. 2017 થી, સરકારે 28 ફેબ્રુઆરીની અગાઉની પરંપરાને બદલે 1 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે કેન્દ્રીય બજેટ રજૂ કરવાની પ્રથાનું પાલન કર્યું છે.

આ ફેરફાર સૌપ્રથમ ભૂતપૂર્વ નાણામંત્રી અરુણ જેટલીના કાર્યકાળ દરમિયાન લાગુ કરવામાં આવ્યો હતો. આનાથી નવા નાણાકીય વર્ષની શરૂઆત થતાં બજેટ દરખાસ્તોનો વહેલો અમલ શક્ય બન્યો. અગાઉ, બજેટ મોડું રજૂ કરવામાં આવતું હતું, જેના કારણે વિલંબ થતો હતો.અરુણ જેટલીએ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે આ વાત કહી હતી.

જોકે, સપ્તાહના અંતે બજેટ રજૂ કરવું એ નવી પ્રથા રહેશે નહીં. નાણામંત્રી નિર્મલા સીતારમણે 2025નું બજેટ શનિવારે રજૂ કર્યું હતું, જ્યારે અગાઉ, નાણામંત્રી અરુણ જેટલીએ 28 ફેબ્રુઆરીના રોજ 2015 અને 2016નું કેન્દ્રીય બજેટ શનિવારે રજૂ કર્યું હતું.

નિર્મલા સીતારમણ ઈતિહાસ રચશે

નિર્મલા સીતારમણ સતત નવ કેન્દ્રીય બજેટ રજૂ કરનાર પ્રથમ નાણાંમંત્રી બનીને ઇતિહાસ પણ રચશે, જે ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા નાણામંત્રીઓમાં તેમનું સ્થાન વધુ મજબૂત બનાવશે. આનાથી તેઓ ભૂતપૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈના રેકોર્ડની નજીક પહોંચી જશે, જેમણે બે ટર્મમાં કુલ 10 બજેટ રજૂ કર્યા હતા.