UPI Payment: આજકાલ લોકો UPI પેમેન્ટ કરવાનું પસંદ કરી રહ્યા છે. પરંતુ કેટલીકવાર ઇન્ટરનેટ સર્વિસ સ્લો અથવા અથવા ઈન્ટરનેટ બેલેન્સના અભાવને કારણે તમારે UPI પેમેન્ટ કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં જો તમારી પાસે રોકડ પણ નથી તો તે એક મોટી સમસ્યા બની જાય છે. પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી, આજે અમે તમને એક ખાસ પદ્ધતિ જણાવીશું જેની મદદથી તમે હવે ઇન્ટરનેટ વગર UPI પેમેન્ટ કરી શકો છો.


સેન્ટ્રલ બેન્કે ઇન્ટરનેટ વિના UPI પેમેન્ટ કરવા માટે UPI Lite ફીચર લોન્ચ કર્યું છે. તેની મદદથી સ્માર્ટફોન યુઝર્સ ઇન્ટરનેટ વગર પૈસાની લેવડદેવડ કરી શકે છે. UPI લાઇટ UPI ની જેમ જ કામ કરે છે પરંતુ તે થોડું સરળ અને ઝડપી છે.


UPI લાઇટ ફીચર


યુપીઆઈ લાઇટ દ્વારા યુઝર્સ પહેલેથી જ વોલેટમાં ફંડ જમા કરી શકે છે અને પછી ઇન્ટરનેટ વિના રૂપિયાની લેવડદેવડ કરી શકે છે. UPI લાઇટ દ્વારા પેમેન્ટ કરવા માટે તમારે પિન દાખલ કરવાની જરૂર નથી, તે વોલેટમાંથી સીધું જ ફંડ ઍક્સેસ કરે છે.


2 હજાર રૂપિયા સુધીની મર્યાદા


UPI Lite દ્વારા એક વખતમાં 2000 રૂપિયા સુધીનું પેમેન્ટ કરી શકાય છે. જ્યારે આમાં માત્ર બે હજાર રૂપિયા સુધી એજ કરવાની લિમિટ છે. જો તમે એક દિવસમાં 2,000 રૂપિયાનો ઉપયોગ કર્યો હોય તો તમે ફરીથી 2,000 રૂપિયા એડ કરી શકો છો.


ફીચર ફોનનો ઉપયોગ


આ સિવાય ફીચર ફોનનો ઉપયોગ કરતા લોકો IVR નંબર દ્વારા UPI ટ્રાન્ઝેક્શન કરી શકે છે. આમાં પણ ટ્રાન્ઝેક્શન ઇન્ટરનેટની મદદ વગર થાય છે. સૌ પ્રથમ તમારે IVR નંબર 080 4516 3666 અથવા 6366 200 200 પર કૉલ કરીને તમારું UPI ID વેરિફાય કરવું પડશે. આ પછી તમે કોલ પર આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરીને તમારું પેમેન્ટ કરી શકો છો.