Post Office ATM Charges: પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ખોલાવતા ગ્રાહકો માટે મહત્વના સમાચાર છે. 1 ઓક્ટોબરથી એટીએમ કાર્ડ પરના ચાર્જ બદલવા જઈ રહ્યા છે. પોસ્ટ ઓફિસે એક પરિપત્ર બહાર પાડીને આ માહિતી આપી છે. પોસ્ટ ઓફિસમાં એક મહિનામાં ATM પર કરવામાં આવતા નાણાકીય અને બિન-નાણાકીય વ્યવહારો મર્યાદિત રહેશે. આવો જાણીએ બચત ખાતા પર લાદવામાં આવેલા ચાર્જ વિશે.


પોસ્ટ ઓફિસમાં કેટલો ચાર્જ લેવામાં આવશે


1 ઓક્ટોબરથી પોસ્ટ ઓફિસ એટીએમ અથવા ડેબિટ કાર્ડનો વાર્ષિક ચાર્જ 125 રૂપિયા વત્તા જીએસટી હશે. તમને જણાવી દઈએ કે આ શુલ્ક 1 ઓક્ટોબર 2021થી 30 સપ્ટેમ્બર 2022 સુધી રહેશે. પોસ્ટ ઓફિસ એલર્ટ તરીકે મોકલવામાં આવેલા એસએમએસ માટે 12 રૂપિયા ચાર્જ કરશે.


જો ગ્રાહક તેનું એટીએમ ખોઈ નાખે તો બીજું ડેબિટ કાર્ડ મેળવવા માટે 1 ઓક્ટોબરથી 300 રૂપિયા વત્તા જીએસટી વસૂલવામાં આવશે. જો તમે એટીએમ પિન ભૂલી ગયા હોવ તો 1 લી ઓક્ટોબરથી ડુપ્લિકેટ પીન માટે ચાર્જ વસૂલવામાં આવશે. ગ્રાહકોને ફરીથી પિન મેળવવા માટે શાખામાં જવું પડશે, જેના માટે તેમને 50 રૂપિયા ઉપરાંત જીએસટી ચૂકવવો પડશે.


જો બચત ખાતામાં ઓછું બેલેન્સ હોય અને ટ્રાન્ઝેકશન રદ્દ કરવામાં આવે તો ગ્રાહકોને 20 રૂપિયા ઉપરાંત જીએસટી ચૂકવવો પડશે.


ટપાલ વિભાગે એટીએમ પર કરી શકાય તેવા મફત વ્યવહારોની સંખ્યા પણ મર્યાદિત કરી છે. એટીએમ પર પાંચ મફત ટ્રાન્ઝેક્શન પછી, દરેક ટ્રાન્ઝેક્શન પર 10 રૂપિયા ઉપરાંત જીએસટી વસૂલવામાં આવશે.


ઇન્ડિયા પોસ્ટના પોતાના એટીએમ પર બિન-નાણાકીય વ્યવહારો માટે, ગ્રાહકોને પાંચ મફત ટ્રાન્ઝેક્શન પછી 5 રૂપિયા ઉપરાંત જીએસટી ચૂકવવો પડશે.


મેટ્રો શહેરોમાં ત્રણ મફત વ્યવહારો અથવા બિન-મેટ્રો શહેરોમાં 5 મફત વ્યવહારો પછી, વ્યક્તિએ 8 રૂપિયા વત્તા જીએસટી ચૂકવવો પડશે.


ડેબિટ કાર્ડ ધારકોએ પોઈન્ટ ઓફ સર્વિસ (POS) પર રોકડ ઉપાડ માટે 1% ટ્રાન્ઝેક્શન ચૂકવવું પડશે.