LIC Dividend: ભારતીય જીવન વીમા નિગમ એટલે કે LIC આવતા અઠવાડિયે તેના શેરધારકોને ડિવિડન્ડ આપવાનું વિચારશે. LICએ જણાવ્યું હતું કે આવતા અઠવાડિયે 31 માર્ચ, 2022 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને નાણાકીય વર્ષ માટે ઓડિટેડ નાણાકીય પરિણામોને બોર્ડ મીટિંગમાં ધ્યાનમાં લેવામાં આવશે અને મંજૂર કરવામાં આવશે. LICએ કહ્યું કે બોર્ડની બેઠકમાં ડિવિડન્ડની ચુકવણી પર પણ વિચારણા કરવામાં આવશે.


એલઆઈસીએ એક એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું હતું કે, “કોર્પોરેશનના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ 30મી મે, 2022ના રોજ મળનારી તેની મીટિંગમાં 31 માર્ચ, 2022ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ/ક્વાર્ટરના ઓડિટેડ પરિણામોને ધ્યાનમાં લેશે અને મંજૂર કરશે. તેમજ ડિવિડન્ડની ચુકવણી (જો કોઈ ચૂકવેલ હોય તો) પણ ધ્યાનમાં લેવામાં આવશે.”


મંગળવારે, BSE પર LICના શેરના ભાવમાં ઇન્ટ્રા-ડે દરમિયાન 2 ટકાનો વધારો જોવા મળ્યો હતો. જોકે, સત્રના અંતે તે 0.78 ટકાની મજબૂતી સાથે રૂ. 824ની આસપાસ બંધ રહ્યો હતો. વીમા કંપનીના શેર 17 મે, 2022ના રોજ શેરબજારમાં લિસ્ટ થયા હતા.


LIC એ ભારતનો સૌથી મોટો IPO રજૂ કર્યો હતો, જે લગભગ 3 વખત સબ્સ્ક્રાઇબ થઈને બંધ થયો હતો. સરકારે શેર વેચાણ દ્વારા LICમાં 22.13 કરોડ શેર એટલે કે 3.5 ટકા હિસ્સો વેચ્યો છે. IPO માટે કિંમતની શ્રેણી રૂ. 902 થી રૂ. 949 પ્રતિ શેરની વચ્ચે નક્કી કરવામાં આવી હતી.


એલઆઈસીની રચના 1 સપ્ટેમ્બર, 1956ના રોજ રૂ. 5 કરોડની પ્રારંભિક મૂડી સાથે 245 ખાનગી વીમા કંપનીઓના વિલીનીકરણ અને રાષ્ટ્રીયકરણ સાથે કરવામાં આવી હતી. 21 ડિસેમ્બર, 2021 સુધીમાં, પ્રીમિયમ અથવા ગ્રોસ રિટર્ન પ્રીમિયમના આધારે LICનો બજારહિસ્સો 61.6 ટકા હતો.


આ પણ વાંચોઃ


Edible Oil Price: ખાદ્યતેલના ભાવ ઘટ્યા, ખરીદતા પહેલા 1 લીટર તેલની કિંમત જાણો


રાજ્યના આ ભાગમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી, રાજકોટ-દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડતા ગરમીમાં મળી થોડી રાહત