શોધખોળ કરો

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, સરકારે મે મહિનનાના ફુગાવાના આંકડા કર્યા જાહેર, જાણો શું થયું મોંઘું?

WPI Inflation May 2026: ઇંધણ અને વીજળીના ભાવ ભડકે બળ્યા; સરકારે ડેટા જાહેર કરવા માટે નવું આધાર વર્ષ લાગુ કર્યું.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મે 2026 માં WPI ફુગાવો 9.68% થયો, નવા આધાર વર્ષે.
  • ઇંધણ-વીજળીના ભાવ વધતા ફુગાવો 30.33% પહોંચ્યો.
  • ઉત્પાદિત ચીજો, ખેતી અને ખાદ્યપદાર્થો પણ મોંઘા થયા.

WPI Inflation May 2026: દેશમાં મોંઘવારી સામાન્ય જનતા અને અર્થતંત્રનો પીછો છોડવાનું નામ નથી લઈ રહી. મે 2026 માં જથ્થાબંધ ફુગાવાનો દર (WPI) વધીને 9.68% ની ચિંતાજનક સપાટીએ પહોંચી ગયો છે, જે એપ્રિલ મહિનામાં 8.26% હતો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા સોમવારે જાહેર કરાયેલા આંકડા મુજબ, મોંઘવારી વધવાનું સૌથી મોટું કારણ ઇંધણ અને વીજળીના ભાવમાં થયેલો તોતિંગ વધારો છે. આ વખતે મંત્રાલયે એક મહત્વનો બદલાવ કરતા, જૂના આધાર વર્ષ 2011-12 ને બદલીને નવા આધાર વર્ષ 2022-23 ના આધારે આ આંકડા જાહેર કર્યા છે.

ઇંધણ અને વીજળીએ આપ્યો સૌથી મોટો આંચકો

આ વખતે જથ્થાબંધ ફુગાવામાં સૌથી મોટો ઉછાળો ઇંધણ અને વીજળી ક્ષેત્રમાં જોવા મળ્યો છે. એપ્રિલમાં આ ક્ષેત્રનો ફુગાવો 24.89% હતો, જે મે મહિનામાં વધીને 30.33% થઈ ગયો છે. તેમાં પણ ખનિજ તેલના ભાવમાં 49.82% અને ક્રૂડ ઓઇલ તેમજ કુદરતી ગેસના ફુગાવામાં 61.51% નો મોટો વધારો નોંધાયો છે. નિષ્ણાતોના મતે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક તેલ બજારમાં જે ઉથલપાથલ મચી છે, આ તેની જ સીધી અસર છે.

ખેતી અને ઉત્પાદિત ચીજવસ્તુઓ પણ મોંઘી થઈ

ખેતી અને ખાણકામ સાથે જોડાયેલી પ્રાથમિક ચીજવસ્તુઓનો ફુગાવો પણ મે મહિનામાં વધીને 4.99% થયો છે, જે એપ્રિલમાં 3.78% હતો. આ ઉપરાંત બિન-ખાદ્ય ચીજવસ્તુઓમાં 9.49% નો વધારો જોવા મળ્યો છે. ફેક્ટરીઓમાં બનતી ચીજવસ્તુઓ (મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સ) નો ફુગાવો પણ એપ્રિલના 6.68% થી વધીને મે મહિનામાં 7.48% એ પહોંચ્યો છે. ખાસ કરીને કેમિકલ્સ, બેઝિક મેટલ્સ (ધાતુઓ) અને કાપડના ભાવમાં મોટો વધારો થયો છે.

આ પણ વાંચોઃ 8મું પગાર પંચ: મોંઘવારી નહીં, હવે આ મુજબ નક્કી થશે પગાર? જાણો અપડેટ

ખાદ્યપદાર્થોના ભાવમાં મિશ્ર પ્રતિસાદ

મે 2026 માં 'WPI ફૂડ ઇન્ડેક્સ' મુજબ ખાવા-પીવાની ચીજોનો ફુગાવો 3.11% થી વધીને 4.49% થયો છે. ખાદ્ય તેલ, ઇંડા, માંસ, માછલી અને અન્ય ડેરી પ્રોડક્ટ્સ મોંઘી થવાને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. જોકે, સામાન્ય માણસ માટે રાહતના સમાચાર એ છે કે કઠોળ, બટાકા અને ડુંગળીના ભાવ ગયા વર્ષની સરખામણીએ હજુ પણ નીચા સ્તરે છે.

આજથી નવી WPI શ્રેણી અમલમાં આવી

સરકારે જથ્થાબંધ ફુગાવાની ગણતરીને વધુ સચોટ બનાવવા માટે મોટો ફેરફાર કર્યો છે. હવે આધાર વર્ષ 2011-12 ના બદલે 2022-23 કરવામાં આવ્યું છે અને લિસ્ટમાં વસ્તુઓની સંખ્યા પણ 697 થી વધારીને 957 કરી દેવાઈ છે. આ સાથે જ સરકારે આજે 'આઉટપુટ પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ' અને 'સર્વિસ પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ' પણ જાહેર કર્યા છે, જેમાં બેંકિંગ, વીમા, ટેલિકોમ, રેલ્વે અને હવાઈ મુસાફરી જેવી સેવાઓનો સમાવેશ થાય છે. હવે પછીનો એટલે કે જૂન 2026 નો ફુગાવાનો રિપોર્ટ 14 જુલાઈના રોજ જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચોઃ મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?

Frequently Asked Questions

મે 2026 માં જથ્થાબંધ ફુગાવાનો દર કેટલો હતો?

મે 2026 માં જથ્થાબંધ ફુગાવાનો દર ચિંતાજનક રીતે વધીને 9.68% થયો હતો. અગાઉ એપ્રિલ મહિનામાં આ દર 8.26% હતો.

જથ્થાબંધ ફુગાવો વધવાનું મુખ્ય કારણ શું હતું?

જથ્થાબંધ ફુગાવો વધવાનું સૌથી મોટું કારણ ઇંધણ અને વીજળીના ભાવમાં થયેલો તોતિંગ વધારો છે. વૈશ્વિક તેલ બજારમાં ચાલી રહેલા સંઘર્ષની અસર પણ જોવા મળી હતી.

જથ્થાબંધ ફુગાવાની ગણતરી માટેના આધાર વર્ષમાં શું બદલાવ આવ્યો છે?

જથ્થાબંધ ફુગાવાની ગણતરી માટે જૂના આધાર વર્ષ 2011-12 ને બદલીને નવું આધાર વર્ષ 2022-23 કરવામાં આવ્યું છે. લિસ્ટમાં વસ્તુઓની સંખ્યા પણ વધારી દેવાઈ છે.

મે 2026 માં ખાદ્યપદાર્થોના ફુગાવાની સ્થિતિ કેવી હતી?

મે 2026 માં 'WPI ફૂડ ઇન્ડેક્સ' મુજબ ખાવા-પીવાની ચીજોનો ફુગાવો 4.49% થયો. જોકે, કઠોળ, બટાકા અને ડુંગળીના ભાવ ગયા વર્ષની સરખામણીએ નીચા રહ્યા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

WFH Survey: ઓફિસ જવું ગમે છે કે વર્ક ફ્રોમ હોમ? સર્વેમાં ભારતીયોએ કરી આ મોડલની માંગ
WFH Survey: ઓફિસ જવું ગમે છે કે વર્ક ફ્રોમ હોમ? સર્વેમાં ભારતીયોએ કરી આ મોડલની માંગ
Post Office: રોકાણ કરતા પહેલા જાણી લો, પોસ્ટ FD અને RD માં કઈ સ્કીમ વધુ ફાયદાકારક?
Post Office: રોકાણ કરતા પહેલા જાણી લો, પોસ્ટ FD અને RD માં કઈ સ્કીમ વધુ ફાયદાકારક?
SIP: દરરોજ માત્ર 100 રુપિયાનું રોકાણ કરીને બનાવો 1 કરોડનું ફંડ, આ રહ્યો કરોડપતિ બનવાનો સિક્રેટ પ્લાન!
SIP: દરરોજ માત્ર 100 રુપિયાનું રોકાણ કરીને બનાવો 1 કરોડનું ફંડ, આ રહ્યો કરોડપતિ બનવાનો સિક્રેટ પ્લાન!
Share Market: સેન્સેક્સ 828 અને નિફ્ટી 244 પોઈન્ટની બમ્પર તેજી સાથે બંધ, આ શેરોમાં મોટો ઉછાળો
Share Market: સેન્સેક્સ 828 અને નિફ્ટી 244 પોઈન્ટની બમ્પર તેજી સાથે બંધ, આ શેરોમાં મોટો ઉછાળો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગૂમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગૂમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
FIFA World Cup: ફીફા વિશ્વ કપમાં પહેલીવાર બની આવી ઘટના, બેલ્જિયમને હરાવીને સેમીફાઇનલમાં પહોંચ્યું સ્પેન
FIFA World Cup: ફીફા વિશ્વ કપમાં પહેલીવાર બની આવી ઘટના, બેલ્જિયમને હરાવીને સેમીફાઇનલમાં પહોંચ્યું સ્પેન
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
રાજ્યના ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર, ચોમાસું પડ્યું નબળુ, જાણો હવામાન અનુમાન
રાજ્યના ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર, ચોમાસું પડ્યું નબળુ, જાણો હવામાન અનુમાન
US-Iran Tensions: હોર્મૂઝને સંપૂર્ણ રીતે ખોલવા ટ્રમ્પનું ઇરાનને અલ્ટીમેટમ, જાણો હવે અમેરિકાની શું છે ડિમાન્ડ
US-Iran Tensions: હોર્મૂઝને સંપૂર્ણ રીતે ખોલવા ટ્રમ્પનું ઇરાનને અલ્ટીમેટમ, જાણો હવે અમેરિકાની શું છે ડિમાન્ડ
Embed widget