Housing Scheme: આજકાલ સુંદર અને અનોખું એક ઘર કોણ નથી ઈચ્છતું ? આ માટે હૉમ લૉન લેવા માટે પડાપડી પણ કરવી પડી છે, અનેક પ્રકારના પેપરવર્કમાં ઘણી માથાકૂટ થાય છે. મિલકતના દસ્તાવેજો બેંકો અથવા લૉન આપતી એજન્સીઓ પાસે ગીરો રાખવાના હોય છે. પરંતુ જો તમે માત્ર એક મોટો બંગલો અથવા લક્ઝરી ફ્લેટ રાખવાનું પ્લાનિંગ નથી કરતા તો તમારા માટે તમારા માથા પર છત મેળવવી સરળ બની જશે. ઈકોનૉમિક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, ભારત સરકાર આ માટે એક નવી સ્કીમ લાવવા જઈ રહી છે. નિમ્ન-મધ્યમ આવક જૂથના લોકોને તેનાથી ઘણો ફાયદો થશે.


નવી હાઉસિંગ લૉન સ્કીમમાં શું છે ખાસ 
ઇકોનૉમિક ટાઇમ્સ અનુસાર, નવી યોજના હેઠળ ભારત સરકાર 20 લાખ રૂપિયા સુધીની હાઉસિંગ લૉનના એક ભાગ માટે ગેરંટી લેશે. આ માટે કોઈ કૉલેટરલ આપવાની રહેશે નહીં. આનો અર્થ એ છે કે કોઈપણ પ્રકારની મિલકતના દસ્તાવેજો બેંકો અથવા હોમ લોન આપતી એજન્સીઓ પાસે ગીરો રાખવાની જરૂર રહેશે નહીં. હોમ લૉનની મંજૂરી માત્ર ડિજિટલ ટ્રાન્ઝેક્શન દ્વારા જ કરવામાં આવશે. આનાથી ઘરની માલિકી મેળવવાના વિશાળ વસ્તીના સપનાને પૂર્ણ કરવાનું સરળ બનશે. શૂન્ય કૉલેટરલ હાઉસિંગ લૉન પર કેન્દ્રિત આ યોજના માટે પેપરવર્કમાં પણ નોંધપાત્ર ઘટાડો કરવો પડશે. થર્ડ પાર્ટી ગેરંટીની જરૂરિયાત પણ ઘણી ઓછી હશે.


30 વર્ષ માટે મળશે નવી હૉમ લૉન 
લોકો માટે હૉમ લૉન સરળ બનાવવા માટે ભારત સરકાર ઉદ્યોગસાહસિકોને ઝડપી લૉન આપવા માટે ક્રેડિટ ગેરંટી ફંડ જેવા પગલાં લેવા જઈ રહી છે. નવી હાઉસિંગ લૉન સ્કીમનું નામ સંભવતઃ ઓછી આવકવાળા આવાસ માટે ક્રેડિટ રિસ્ક ગેરંટી ફંડ હોઈ શકે છે. આ માટે વિવિધ ઉપાયો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ આગામી બજેટમાં આવી શકે છે. આ અંતર્ગત 30 વર્ષની હાઉસિંગ લૉન પર વિચાર કરવામાં આવી રહ્યો છે. નિષ્ણાતોના મતે પ્રધાનમંત્રી આવાસ યોજના કરતાં વધુ સરળ શરતો પર લૉન આપવામાં આવશે. જે તમામ માટે આવાસના ભારત સરકારના ધ્યેયને પૂર્ણ કરવામાં મદદરૂપ સાબિત થશે.


આ પણ વાંચો


Fake Loan: તમારા નામ પરથી કોઇએ નથી લીધી ને લોન? નુકસાન અગાઉ આ રીતે જાણો