PM Modi At ISRO:પીએમ મોદીએ જાહેરાત કરી છે કે, ભારતનું મૂન લેન્ડર ચંદ્ર પર જ્યાંથી ઉતર્યુ તે બિંદુ 'શિવ શક્તિ' તરીકે ઓળખાશે. બે દેશોની મુલાકાત લઈને ભારત પરત ફરેલા પીએમ મોદી સીધા બેંગ્લોર એરપોર્ટ પર ઉતર્યા હતા. જે બાદ તેઓ વૈજ્ઞાનિકોને મળવા ઈસરો કેમ્પસ પહોંચ્યા જ્યાં  વૈજ્ઞાનિકોને સંબોધિત કરતાતેમણે આ જાહેરાત કરી હતી.


આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, કોઈપણ સફળતા અંતિમ હોતી નથી, તેથી જે જગ્યા પર આપણા ચંદ્રયાન-2ના પગના નિશાન પડ્યા હતા તે આજથી તિરંગા પોઈન્ટ તરીકે ઓળખાશે.


વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચાર દિવસની વિદેશ યાત્રા પૂરી કરીને દેશ પરત ફર્યા છે, પરંતુ આ વખતે વડા પ્રધાનનું વિમાન નવી દિલ્હી આવ્યું ન હતું અને સીધું બેંગલુરુમાં લેન્ડ થયું હતું. અહીંથી વડાપ્રધાન મોદી ચંદ્રયાન-3ના ઐતિહાસિક સોફ્ટ લેન્ડિંગને ચંદ્ર પર સફળ બનાવનાર વૈજ્ઞાનિકોને મળવા ISRO (ISRO) પહોંચ્યા હતા.


 એરપોર્ટ પર પીએમ મોદીના સ્વાગત માટે ભાજપના નેતાઓ અને કાર્યકરો સાથે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે જ્યારે દેશના વૈજ્ઞાનિકો દેશને આટલી મોટી ભેટ આપે છે ત્યારે જે દ્રશ્ય હું બેંગ્લોરમાં જોઉં છું તે જ દ્રશ્ય મેં ગ્રીસ અને જોહાનિસબર્ગમાં પણ જોયું.


 પીએમ મોદીએ કહ્યું કે, વિશ્વના દરેક ખૂણામાં માત્ર ભારતીયો જ નહીં, પરંતુ જેઓ વિજ્ઞાનમાં વિશ્વાસ રાખે છે અને તેમાં ભવિષ્ય જુએ છે, માનવતાને સમર્પિત તમામ લોકો આવા જોશ અને ઉત્સાહથી ભરેલા છે. જ્યારે હું વિદેશમાં હતો ત્યારે મેં નક્કી કર્યું હતું કે, હું  પહેલા બેંગ્લોર જઈશ. સૌ પ્રથમ  હું વૈજ્ઞાનિકોને નમન કરીશ.


પીએમ મોદીએ પોતાના સંબોધન દરમિયાન 'જય જવાન, જય અનુસંધાન' ના નારા પણ આપ્યો હતો. ત્યાં હાજર લોકોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, હું કહીશ જય વિજ્ઞાન અને તમે કહેશો જય અનુસંધાન.




 


પીએમ મોદીએ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનો આભાર માન્યો હતો. ત્યાં આવેલા લોકોનો આભાર માનતા પીએમ મોદીએ કહ્યું કે આ અહીં પ્રવચનો કરવાનો સમય નથી, કારણ કે મારું મન વૈજ્ઞાનિકો સુધી પહોંચવા માટે ઉત્સુક છે, પરંતુ હું તમારો આભાર માનું છું કે બેંગલુરુના નાગરિકોમાં  હજી પણ  ચંદ્રયાન-3ની સફળતાનો ઉમંગ જીવંત  છે.