IMD Weather Update: સમગ્ર ઉત્તર ભારતમાં હાલ હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. જેના કારણે લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. હવામાન વિભાગનું કહેવું છે કે, ઠંડીમાં હજુ વધારો થવાની શક્યતા છે. દિલ્હી સહિત રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને પંજાબમાં આજે ઠંડીનું મોજું આવવાની શક્યતા છે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે એટલે કે શનિવારે 6 જાન્યુઆરી રાજધાની દિલ્હીમાં ઠંડા દિવસની સ્થિતિ રહેશે. એટલું જ નહીં, આગામી દિવસોમાં વરસાદ પડશે, ત્યારબાદ ઠંડીમાં વધુ વધારો થશે. દિલ્હીમાં આજે મહત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી રહેવાની શક્યતા છે.


હવામાન વિભાગનું કહેવું છે કે, 6 જાન્યુઆરી દરમિયાન રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢના અલગ-અલગ ભાગોમાં કડકડતી ઠંડીના દિવસો રહેવાની સંભાવના છે. આ સાથે ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક ભાગોમાં ગાઢ ધુમ્મસ રહેશે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ધુમ્મસને લઈને એલર્ટ પણ જાહેર  કરવામાં આવ્યું છે.આ સિવાય હિમાચલ પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના વિવિધ ભાગોમાં 7 જાન્યુઆરી સુધી ગાઢ ધુમ્મસનું એલર્ટ છે.


ગુરુવારની જેમ આજે પણ ભારતીય હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાનશાસ્ત્રીઓએ લોકોને કોલ્ડવેવથી દૂર રહેવાની સલાહ આપી છે. ધુમ્મસ અને કોલ્ડવેવ 11 જાન્યુઆરી સુધી ચાલુ રહેવાની શક્યતા છે. 9 અને 10 ડિસેમ્બરે પણ ઝરમર વરસાદની આગાહી છે. એકંદરે, દિલ્હી એનસીઆરમાં આગામી પાંચ દિવસ સુધી ઓગળવાની સાથે કોલ્ડવેવ અને તીવ્ર ઠંડીથી રાહત મળવાની શક્યતાઓ ઓછી છે.


હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં 8થી 10 જાન્યુઆરી સુધી વરસાદ થઇ શકે છે. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારમાં વાતવરણમાં પલટો આવવાવની શકયતા છે. ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારમાં માવઠાનો અનુમાન છે. હવામાનશાસ્ત્રી મુજબ માવઠા બાદ ગુજરાતમાં હજુ પણ તામાનનો પારો ગગડતાં હાડ થીજાવતી ઠંડી પડી શકે છે.