Zomato Controversy: ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની Zomatoની એક જાહેરાત વિવાદમાં ફસાઇ   છે. કંપનીની આ એડ ફિલ્મમાં   અભિનેતા રિતિક રોશને કામ કર્યું છે. આ જાહેરાતમાં તે કહેતો જોવા મળે છે કે 'થાળીનું મન થયું તો  ઉજ્જૈનમાં  છે  તો મહાકાલ પાસેથી જ માંગી લીધી. હવે આ જાહેરાત પર ઉજ્જૈન  મહાકાલ મંદિરના પૂજારીઓએ સખત વિરોધ કર્યો છે. તેઓ કહે છે ,કે મહાકાલ મંદિર કોઈ ફૂડની ડિલિવરી નથી કરતું આ એડ માટે  Zomato અને રિતિક રોશન માફી માંગે


આ જાહેરાત અંગે મંદિરના પૂજારી મહેશનું કહેવું છે કે, કંપનીએ પોતાની જાહેરાતમાં મહાકાલ મંદિરના નામનો ઉપયોગ કરીને ભ્રામક પ્રચાર કર્યો છે. Zomato કંપનીએ આવી જાહેરાત આપતા પહેલા વિચારવું જોઈએ. પૂજારીએ કહ્યું કે 'હિંદુ સમાજ સહિષ્ણુ છે, તેથી તે હિંસક નથી થતો. જો કોઈ અન્ય સમુદાય હોત તો તેણે આવી કંપનીને આગ લગાવી દીધી હોત. Zomato કંપનીએ અમારી ભાવનાઓ સાથે રમત ન કરવી જોઈએ.


નોનવેજ ફૂડની ડિલિવરી કરતી કંપની મહાકાલના નામનો તેના વિજ્ઞાપન માટે ઉપયોગ કરે તે સહનિય નથી.


ઉજ્જૈનના કલેક્ટર અને મહાકાલ મંદિર સમિતિના પ્રમુખ આશિષ સિંહે Zomatoની જાહેરાતને તથ્યપૂર્ણ અને ભ્રામક ગણાવી છે. તેમણે કહ્યું કે પ્રસાદ મંદિરમાં ફૂડ એરિયામાં લઈ શકાય છે, થાળી બહાર મોકલવામાં આવતી નથી. આવી ગેરમાર્ગે દોરતી જાહેરાતો રોકવા માટે કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનુય છે કે મહાકાલેશ્વર મંદિરના અન્નક્ષેત્રમાં દરરોજ હજારો ભક્તો ભોજન અને પ્રસાદ લેવા પહોંચે છે. આ ભોજન મંદિર સમિતિ દ્વારા વિનામૂલ્યે આપવામાં આવે છે.તેમજ નોનવેજ ફૂડની ડિલિવરી કરતી કંપની મહાકાલના નામનો તેના વિજ્ઞાપન માટે ઉપયોગ કરે તે સહનિય નથી.


જોમેટો કંપનીનો વિવાદથી જૂનો નાતો


Zomato એક ઓનલાઈન રેસ્ટોરન્ટ સર્ચ અને ફૂડ ડિલિવરી કંપની છે. તેની સ્થાપના 2008માં પંકજ ચઢ્ઢા અને દીપેન્દ્ર ગોયલ દ્વારા કરવામાં આવી હતી. Zomato કંપની લગભગ 5 મહિના પહેલા વિવાદમાં ફસાઈ હતી જ્યારે તેણે 10 મિનિટમાં ફૂડ ડિલિવરી કરવાનું વચન આપ્યું હતું. કંપનીના ફાઉન્ડર દીપેન્દ્ર ગોયલે એક બ્લોગ દ્વારા આ માહિતી આપી હતી. તેના પર લોકસભાના સભ્ય કાર્તિ ચિદમ્બરમે કહ્યું હતું કે, આ બિલકુલ વાહિયાત સેવા છે. આનાથી ડિલિવર્સ પર બિનજરૂરી દબાણ આવશે.


ઘણા લોકોએ ડિલિવરી બોયની સુરક્ષા પર પણ સવાલો ઉઠાવ્યા હતા. આ અંગે સાંસદ  નરોત્તમ મિશ્રાએ પણ સવાલ ઉઠાવ્યા હતા. જો કે, ગોયલે સોશિયલ મીડિયા પર એમ પણ કહ્યું હતું કે તેમની 10 મિનિટની ડિલિવરી સેવા 30 મિનિટની ડિલિવરી સેવા જેટલી સુરક્ષિત રહેશે.