Corona third wave: છેલ્લા 24 કલાકમાં કોરોનાના  37,379 નવા કેસ નોંધાય હતા. જ્યારે તેની સામે 11,007 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તો 124 લોકોના કોરોનાને કારણે મોત નીપજ્યા હતા.


કોરોના વધતા કેસ વચ્ચે એક્સપર્ટે સલાહ આપી છે કે, નાગરિકોએ વધુ સતર્ક રહેવું જોઈએ, કારણ કે કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, જુલાઇ બાદ પહેલી વખત વધું કેસ આવ્યાં છે. જે ચિંતાજનક છે. આ સ્થિતિ થર્ડ વેવના સંકેત આપે છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કોવિડના સંક્રમણને રોકવા માટે માસ્ક, સામાજિક અંતર સહિતના સાવધાની પગલાં જાળવવા જરૂરી છે.


કોરોના વધતા કેસ વચ્ચે એક્સપર્ટે સલાહ આપી છે કે, નાગરિકોએ વધુ સતર્ક રહેવું જોઈએ, કારણ કે કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, જુલાઇ બાદ પહેલી વખત વધું કેસ આવ્યાં છે. જે ચિંતાજનક છે. આ સ્થિતિ થર્ડ વેવના સંકેત આપે છે.


સ્વાસ્થ્ય મંત્રાલયે કોવિડના સંક્રમણને રોકવા માટે માસ્ક, સામાજિક અંતર સહિતના સાવધાની પગલાં જાળવવા જરૂરી છે.દેશમાં કોરોના સંક્રમણ સતત ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ પછી સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું હવે કોવિડ-19ની ત્રીજી લહેર દેશમાં પ્રવેશી ગઈ છે કે શું હવે કોવિડ-19ની ત્રીજી લહેર દેશમાં પ્રવેશી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 37 હજાર 379 નવા કેસ નોંધાયા છે જ્યારે 124 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ પછી દેશમાં કોવિડ-19ના કુલ કેસ વધીને 3 કરોડ 49 લાખ 60 હજાર 261 થઈ ગયા છે, જ્યારે આ રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 82 હજાર 14 થઈ ગઈ છે.


કોરોનાના સક્રિય કેસ હવે વધીને 1 લાખ 71 હજાર 830 થઈ ગયા છે. અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી સાજા થયેલા લોકોની સંખ્યા 3 કરોડ 43 લાખ 6 હજાર 414 થઈ ગઈ છે. દરમિયાન, રસીકરણ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 146 કરોડ રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનના કેસ હવે વધીને 1892 થઈ ગયા છે. જો કે, 766 લોકોને રજા આપવામાં આવી છે.


 


એક દિવસ પહેલા એટલે કે સોમવારે કોરોનાના છેલ્લા 24 કલાક દરમિયાન 33 હજાર 750 નવા કેસ નોંધાયા હતા, જ્યારે આ દરમિયાન 123 લોકોના મોત થયા હતા.