નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 3 હજાર 712 નવા કેસ નોંધાયા છે. તો , 2584 કોરોના સંક્રમિત સાજા થયા છે. જોકે 5 કોરોના સંક્રમિતોના મોત થયા છે. હાલમાં દેશમાં કોરોના વાયરસના 19 હજાર 509 સક્રિય કેસ છે. દેશમાં દૈનિક સકારાત્મક દર 0.84 ટકા છે. અત્યાર સુધીમાં 4 કરોડ 26 લાખ 20 હજાર 394 લોકો સાજા થયા છે. તો 5 લાખ 24 હજાર 641 સંક્રમિત લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં 4 ફેબ્રુઆરી પછી બુધવારે કોરોના વાયરસના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં 793 નવા કોરોના સંક્રમિત મળી આવ્યા છે. BMC દ્વારા જારી કરાયેલા બુલેટિન અનુસાર, 2970 એક્ટિવ કેસ છે.
મુંબઈમાં અત્યાર સુધીમાં સંક્રમિતોના કુલ 10,66,541 કેસ નોંધાયા છે અને 19,566 દર્દીઓના મોત થયા છે. કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને મુંબઈમાં ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે. ખરેખર, અહીં કોવિડ પોઝીટીવીટી રેટ 6 ટકા પર પહોંચી ગયો છે. BMCએ આજે આ જાણકારી આપી. કર્મચારીઓને યુદ્ધના ધોરણે કામ કરવાની સૂચના આપવામાં આવી છે જેથી કરીને કોરોના ટેસ્ટિંગ વધારી શકાય. આ ઉપરાંત ટેસ્ટિંગ લેબમાં કામ કરતા લોકોને પણ સંપૂર્ણ ક્ષમતા સાથે સક્રિય રહેવા માટે કહેવામાં આવ્યું છે.
કેકેના નિધનના કારણની શંકાઓ પર પુર્ણવિરામ, પ્રાથમિક પોસ્ટમોર્ટ રિપોર્ટમાં મૃત્યુનું કારણ જાણવા મળ્યું
KK's Death Updates: લોકપ્રિય પ્લેબેક સિંગર કૃષ્ણકુમાર કુન્નાથ KKનું ગઈકાલે મંગળવારે અવસાન થયું છે. કોલકાતામાં એક સ્ટેજ પર્ફોર્મન્સ દરમિયાન તબિયત ખરાબ થયા બાદ તેમને હોસ્પિટલમાં ખસેડાવમાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જો કે, ત્યાર બાદ કેકેના ચહેરા અને માથાના ભાગે ઈજાઓ જોવા મળતાં કોલકાતા પોલીસે અગાઉ અકુદરતી મૃત્યુનો કેસ નોંધ્યો હતો.
કેકેના મૃત્યુનું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું જો કે, આ પોસ્ટમોર્ટમનો વિગતવાર રિપોર્ટ 72 કલાક પછી જ જાહેર કરવામાં આવશે. પરંતુ હાલ પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ "સામાન્ય" (કુદરતી) હોવાનું જણાવવામાં આવ્યું છે અને કંઈ અજુગતું થયું હોવાનો ઉલ્લેખ નથી.
IANSના અહેવાલ મુજબ, વિગતવાર પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને રાસાયણિક વિશ્લેષણ 72 કલાક પછી જ ઉપલબ્ધ થશે. કોલકાતા પોલીસને બુધવારની મોડી બપોરે સરકારી એસએસકેએમ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાંથી પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યો હતો. આ મેડિકલ કોલેજના ડોક્ટરોએ કેકેનું પોસ્ટમોર્ટમ કર્યું હતું.
પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, કેકેના મૃત્યુ થવાનું કારણ સંકોચાયેલી ધમનીઓ હોઈ શકે છે. આમ હ્રદયની નળીઓ બંધ થઈ જવાના કારણે કાર્ડિયાક એરેસ્ટથી કેકનું નિધન થયું હોવાનું પ્રાથમિક પોસ્ટમોર્ટમાં જણાવાયું છે. જોકે અંતિમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.