India Coronavirus Update: કોરોનાના કેસ ફરી એકવાર રફતાર પ પકડી રહ્યા છે, જેના કારણે કેન્દ્ર સહિત રાજ્ય સરકારોની ચિંતા વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10 હજાર 753 નવા કેસ નોંધાયા છે, જે બાદ દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 53 હજાર 720 થઈ ગઈ છે.


 ગઈકાલ (14 એપ્રિલ)ના આંકડાની સરખામણી કરીએ તો શુક્રવારે કોરોના કેસની સંખ્યા 11 હજાર 109 હતી, જે આજે ઓછી છે. જોકે, આજે મૃત્યુઆંક ગઈકાલ કરતાં વધુ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 27 લોકોના મોત થયા છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા 4 છે.


ઝડપથી વધી રહ્યાં છે કેસ


શુક્રવારે, ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં કોરોના વાયરસના ચેપના 130 નવા કેસ મળી આવ્યા હતા, જે આ વર્ષે અત્યાર સુધીમાં સંક્રમિતોની સૌથી વધુ દૈનિક સંખ્યા છે. જિલ્લા તકેદારી અધિકારી ડૉ. અમિત કુમારે જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગે શુક્રવારે શંકાસ્પદ દર્દીઓના 1,872 નમૂનાઓનું પરીક્ષણ કર્યું હતું, જેમાંથી 130ના રિપોર્ટ પોઝિટિવ હતા.


 છેલ્લા 24 કલાકમાં 62 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થયા છે. કુમારે જણાવ્યું હતું કે ,જિલ્લામાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા વધીને 464 થઈ ગઈ છે, જેમાંથી 14 દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં દાખલ છે અને બાકીના તેમના ઘરે આઈસોલેશનમાં છે. તેમણે કહ્યું કે, કોઈપણ દર્દીની સ્થિતિ ગંભીર નથી. કુમારે લોકોને કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કરવા, માસ્ક લગાવવા અને સામાજિક અંતર જાળવવા અપીલ કરી હતી.


Gujarat Corona Case Update: રાજ્યમાં કોરોનાના નવા 392 કેસ નોંધાયા, એક દર્દીનું મોત


Gujarat Corona Case Update: ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી કોરોના વાયરસના કેસ 300ની આસપાસ  સામે આવી રહ્યા છે.   આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 392 કેસ સામે આવ્યા છે. આમ હવે 400ની આસપાસ કેસ પહોંચી જતા તંત્ર એલર્ટ બન્યું છે. 


જો કે, ચોંકાવનારી વાત એ પણ છે કેસ આજે ગીર સોમનાથમાં  1 મોત પણ થયું છે. જો કેસની વાત કરીએ તો, અમદાવાદ શહેરમાં 142 કેસ નોંધાયા છે.  મહેસાણામાં 35  કેસ, વડોદરા 30 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 28 કેસ,  સુરત શહેરમાં 27 કેસ   નોંધાયા છે. 


રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.97 ટકા નોંધાયો છે. તેમજ આજે 258 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. હાલ રાજ્યમાં 2220 કોરોનાના એક્ટિવ કેસ છે. તેમજ 03 દર્દીઓ વેન્ટીલેટર પર છે.  


aharashtra Covid Update: મહારાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે કોરોનાના એક હજારથી વધુ નવા કેસ નોંધાયા


મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. શુક્રવારે (14 એપ્રિલ) મહારાષ્ટ્રમાં 1152 નવા કેસ નોંધાયા હતા. નવા કેસ નોંધાતા  રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યા વધીને 5928 થઈ ગઈ છે.  આ સંક્રમણના કારણે ચાર લોકોના મોત પણ થયા છે. આ સતત ત્રીજો દિવસ છે જ્યારે મહારાષ્ટ્રમાં કોરોનાના એક હજારથી વધુ કેસ સામે આવ્યા છે. ગુરુવારે (13 એપ્રિલ) રાજ્યમાં કોરોનાના 1086 નવા કોરોના કેસ નોંધાયા હતા અને એક વ્યક્તિનું મોત થયું હતું. બુધવારે (12 એપ્રિલ) રાજ્યમાં કોરોના સંક્રમણના 1,115 નવા કેસ નોંધાયા હતા.


છેલ્લા 24 કલાકમાં 920 લોકો સારવાર બાદ સ્વસ્થ થયા છે


મહારાષ્ટ્ર સરકાર દ્વારા જાહેર  કરાયેલા કોરોના બુલેટિન મુજબ છેલ્લા 24 કલાકમાં 920 લોકો સારવાર બાદ સ્વસ્થ થયા છે. મહારાષ્ટ્રમાં 14 એપ્રિલ સુધી 80 લાખ 126 લોકો સારવાર બાદ કોરોનાથી સાજા થયા છે. રાજ્યમાં કોરોનામાંથી રિકવરીનો દર એટલે કે રિકવરી રેટ 98.11 ટકા છે. સૌથી વધુ સક્રિય કેસ મુંબઈમાં છે. મુંબઈમાં કોરોનાના 1643 સક્રિય કેસ છે. થાણેમાં 1056 સક્રિય કેસ છે.


મુંબઈમાં છેલ્લા 10 દિવસમાં કોરોનાના કેસ









5 એપ્રિલે શહેરમાં કોરોનાના 221 કેસ નોંધાયા હતા અને એક દર્દીનું મોત થયું હતું.
6 એપ્રિલે કોરોનાના 216 કેસ નોંધાયા હતા અને 1 મૃત્યુ થયું હતું.
7 એપ્રિલે 276 કેસ નોંધાયા હતા અને કોઈ મૃત્યુ થયું ન હતું.
8મી એપ્રિલે 207 કેસ નોંધાયા હતા અને કોઈ મૃત્યુ થયું ન હતું.
9 એપ્રિલે, 221 કેસ નોંધાયા હતા અને કોઈ મૃત્યુ થયું ન હતું.
10 એપ્રિલે 95 કેસ નોંધાયા હતા અને કોઈ મૃત્યુ થયું ન હતું.
11 એપ્રિલના રોજ  શહેરમાં કોરોનાના 242 કેસ નોંધાયા હતા અને એક પણ મૃત્યુ થયું ન હતું.
12 એપ્રિલે 320 કોરોના કેસ સામે આવ્યા હતા.
13 એપ્રિલે મુંબઈમાં 274 નવા કેસ નોંધાયા હતા.