મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝના ક્રૂઝ મેમ્બરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તમામ પ્રવાસીના પણ રિપોર્ટ કરવામં આવ્યાં હતા. જેમાં  2000 મુસાફરોમાંથી 66 લોકો કોરોના પોઝિટિવ બહાર આવ્યા છે.


મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝના ક્રૂઝ મેમ્બરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તમામ પ્રવાસીના પણ રિપોર્ટ કરવામં આવ્યાં હતા. જેમાં  2000 મુસાફરોમાંથી 66 લોકો કોરોના પોઝિટિવ બહાર આવ્યા છે. મળતી માહિતી મુજબ  ગોવા પોર્ટ પર પરીક્ષણ કર્યા પછી, અધિકારીઓએ એકપણ મુસાફરને ગોવામાં ઉતરવાની મંજૂરી આપી નથી અને 66 ચેપગ્રસ્ત મુસાફરોની સાથે, બાકીના મુસાફરોને મુંબઈ પાછા મોકલવામાં આવી રહ્યું  


હકીકતમાં, મુંબઈથી ગોવા જઈ રહેલા આ ક્રૂઝના ક્રૂ મેમ્બરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ આ ક્રૂઝમાં  સવાર 2000થી વધુ મુસાફરોનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ટેસ્ટિંગ બાદ 66 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે રવિવારે PPE કિટમાં મેડિકલ ટીમ મોકલવામાં આવી હતી, ટીમે મુસાફરો અને ક્રૂ મેમ્બરનો RT-PCR ટેસ્ટ કર્યો હતો, જેનો રિપોર્ટ સોમવારે આવ્યો હતો. જે રિપોર્ટ અનુસાર 2000 મુસાફરોમાંથી 66 લોકો કોરોના પોઝિટિવ આવ્યો છે.


શિપના કોઓપરેટિવ મેનેજર  ગોવિંદ પેરૂનુલ્કરે કહ્યું કે, ક્રૂઝમાં સવાર  પ્રવાસીના 66 લોકો ના  કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા આ સ્થિને ગંભીરતાથી લેતા શિપને મુંબઇ મોકલી દેવાઇ છે અને તેના ક્વોરોન્ટાઇન કરવાની પણ  વ્યવસ્થા કરવામાં આવી છે.  જોકે ક્રૂઝમા સવાર લોકોએ જબરદસ્તી શિપને મુંબઇ મોકલાયાનો વિરોધ કર્યો હતો.


 ગોવાના સ્વાસ્થ્ય મંત્રીએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે જહાજના ઓપરેટરને તમામ મુસાફરોની કોવિડ ટેસ્ટ કરાવવા માટે કહેવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે જો કોઈ સંક્રમિત જોવા મળશે તો તેમને ઉતરવા દેવામાં આવશે નહીં.


છેલ્લા 24 કલાકમાં દેશમાં  કોરોનાના  37,379 નવા કેસ નોંધાય હતા. જ્યારે તેની સામે 11,007 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તો 124 લોકોના કોરોનાને કારણે મોત નિપજ્યા હતા