Controversial statement:રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પરષોતમ રૂપાલાના ક્ષત્રિય સમાજ પરના વિવાદિત નિવેદન બાદ વિરોધ થંભવાનું નામ લેતો નથી,  હવે તેમની સામે કોર્ટમાં ફરિયાદ થઇ છે.


રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ કરેલા ક્ષત્રિય સમાજ વિશેના વિવાદિત નિવેદન બાદ હવે તેમની સામે  કોર્ટમાં પણ  ફરિયાદ નોંધાઇ છે. કોંગ્રેસના અગ્રણી આદિત્યસિંહ ગોહિલે કોર્ટોમા ફરિયાદ કરી છે.   ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરવા મુદ્દે કોંગ્રેસના ક્ષત્રિય આગેવાન આદિત્યસિંહ ગોહિલ દ્વારા કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે. રૂપાલા સામે આઇ પી સી કલમ 499 અને 500 મુજબ બદનક્ષી અંગે ફરિયાદ કરવામાં આવી છે. શાબ્દિક ટિપ્પણીને લઈને રૂપાલાની મુશ્કેલીમાં  વધારો થયો છે. વિવાદ પૂર્ણ કરવા ભાજપના મોવડી મંડળની કવાયત વચ્ચે ક્ષત્રિય આગેવાનો માનાવવાના મૂડમાં નથી.


પરષોત્તમ રૂપાલા સામે ફરિયાદ કરનાર કોંગ્રેસના અગ્રણી આદિત્યસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, “મેં ગઈકાલે રાજકોટની કોર્ટમાં પરષોત્તમ  રૂપાલા વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે. આગામી 15 તારીખના રોજ મારે સાક્ષીઓ સાથે હાજર રહેવા કોર્ટએ મને આદેશ કર્યો છે. રૂપાલાના નિવેદન બાદ કોઈ માફી ન હોઈ શકે. ગોંડલના સંમેલન વિશે મને ખબર નથી.પરષોતમ રૂપાલાને ઉમેદવાર તરીકે હટાવવામાં આવે કારણ કે નિવેદન બાદ રૂપાલનો સમગ્ર રાજ્યના વિરોધ થઈ રહ્યો છે.


તો બીજી તરફ વિવાદના વંટોળને ડામવા માટે ભાજપે ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરી છે. પરશોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહને ભાજપે ડેમેજ કન્ટ્રોલની જવાબદારી સોંપી છે. જયરાજસિંહ જાડેજાના ફાર્મ હાઉસમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ શહેર, જિલ્લા ભાજપના આગેવાનો અને  ક્ષત્રિય સમાજના આગેવાનો બેઠકમાં  ઉપસ્થિત રહેશે.


શું છે સમગ્ર મામલો


રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ચૂંટણીપ્રચાર દરમિયાન વિવાદિત નિવેદન આપ્યું હતું. રાજકોટ ખાતે વાલ્મીકિ સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધતા તેમણે ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. જેનો વીડિયો વાયરલ પણ વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોમાં તેઓ ‘જૂના જમાનાના રાજવીઓ’ અંગે વિવાદાસ્પદ નિવેદન આપતા જોવા મળે છે. તેમણે કહ્યું હતું કે, અંગ્રેજો સહિત ઘણી પ્રજા રહી. તેમણે દમન કરવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું, તેમણે આગળ કહ્યું હતું.તેઓ આગળ કહે છે કે, “એ સમયે મહારાજા ય નમ્યા. એમણે રોટી-બેટીના વ્યવહાર કર્યા” આ નિવેદનને લઇને ક્ષત્રિય સમાજની લાગણી દુભાઇ છે અને સમાજમાં રોષ વ્યાપી ગયો છે. જો કે આ નિવેદનને લઇને તેઓ માફી પણ માગી ચૂક્યાં છે.