Swati Maliwal molestation case:સ્વાતિ અખિલ ભારતીય આર્યવિજ્ઞાન સંસ્થાનની બહાર સ્વાતિ માલીવાલ સાથે રાત્રે નિરીક્ષણમાં દરમિયાન નશામાં ધૂત એક વ્યક્તિએ ખરાબ વર્તન કર્યું હતું. જો કે આ મુદ્દ રાજનિતી ગરમાઇ છે.
ભારતીય જનતા પાર્ટી (BJP) એ શુક્રવારે દિલ્હી મહિલા આયોગ (DCW) ના વડા સ્વાતિ માલીવાલના છેડતીના દાવાઓ પર સવાલ ઉઠાવ્યા હતા, જેમાં ભાજપે કહ્યું છે કે, તે આમ આદમી પાર્ટીના સભ્ય છે અને તેમનું નાટક આ એક ષડયંત્રનો ભાગ હતો. જેનો હવે પર્દાફાશ થયો છે.
ભાજપના નેતા શાઝિયા ઇલ્મીએ કહ્યું હતું કે,...
માલીવાલનો દાવો છે કે તેનો હાથ કારની બારીમાં ફસાઈ ગયો હતો. ત્યારબાદ ડ્રાઈવરે કારને આગળ ધકેલી હતી. આ ઘટના બાદ દક્ષિણ દિલ્હીના સંગમ વિહારના રહેવાસી 47 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. બીજેપી નેતા શાઝિયા ઈલ્મીએ ટ્વીટ કર્યું કે, માલીવાલના ડ્રામાનો પર્દાફાશ થઈ ગયો છે. તેણીએ પૂછ્યું, "આમ આદમી પાર્ટીએ દિલ્હી પોલીસને બદનામ કરવા માટે નાટક કર્યું અને તેની વિશ્વસનીયતા પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા. શું મહિલાઓની સુરક્ષાના ગંભીર મુદ્દા પર સસ્તી રાજનીતિ યોગ્ય છે?"
બીજેપીના ઘણા નેતાઓએ દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલ પર નિશાન સાધ્યું છે. આ મુદ્દા AAP તરફથી કોઈ તાત્કાલિક પ્રતિસાદ મળ્યો નથી. દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ માલીવાલે આરોપ લગાવ્યો હતો કે, રાત્રિના નિરીક્ષણ દરમિયાન ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ની બહાર એક નશામાં ધૂત વ્યક્તિએ તેમની છેડતી કરી અને કારથી 10-15 મીટર સુધી ખેંચી લીધી. તેનો હાથ કારમાં ફસાઇ ગયો હતો.
આરોપી AAP પાર્ટીનો સભ્ય છે.
દિલ્હી બીજેપીના કાર્યકારી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવે કહ્યું કે, હરીશ ચંદ્ર, જેના પર માલીવાલની છેડતીનો આરોપ છે, તે વાસ્તવમાં સંગમ વિહાર વિસ્તારમાં AAPનો મુખ્ય કાર્યકર છે. તેણે એક ફોટોગ્રાફ પણ જાહેર કર્યો જેમાં આરોપી AAP ધારાસભ્ય પ્રકાશ જરવાલ માટે પ્રચાર કરતા જોવા મળે છે.
G20 Summit 2023: ગુજરાતમાં યોજાનારી G20ની મિટિંગનો આવતીકાલથી પ્રારંભ, વાંચો સમગ્ર અહેવાલ
G20 summit 2023: ગુજરાતમાં યોજાનારી G20ની મિટિંગનો આવતી કાલથી પ્રારંભ થશે. ગુજરાતમાં G20ની 15 બેઠકો સમયાંતરે યોજાશે. આવતીકાલથી G 20ની પ્રથમ બેઠકનો પ્રારંભ થશે.
કાર્યક્રમની રૂપરેખા
8થી 10 ફેબ્રુઆરીએ ધોરડો ખાતે ટુરિઝમ વર્કિંગની મિટિંગ યોજાશે.
9થી10 ફેબ્રુઆરી અમદાવાદ ખાતે અર્બન ઇન્સપ્સન મિટિંગ યોજાશે.
13થી 14 માર્ચ સુરત ખાતે બિઝનેસ મિટિંગ યોજાશે.
27થી 29 માર્ચ ગાંધીનગર ખાતે એન્વાયરમેંટ એન્ડ ક્લેમેન્ટ વર્કિંગ ગ્રુપ મિટિંગ યોજાશે.
30 માર્ચ અને 1લી એપ્રિલ ગાંધીનગર ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વર્કિંગ ગ્રુપ મીટીંગ યોજાશે.
2થી 4 એપ્રિલ ગાંધીનગર ખાતે એનર્જી વર્કિંગ ગ્રુપ મીટીંગ યોજાશે.
29થી 30 મે અમદાવાદ ખાતે અર્બન સમિટ યોજાશે.
19થી 21 જૂન એક્તનગર કેવડીયા ખાતે ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગ્રુપ મીટીંગ યોજાશે.
21થી 23 જુલાઈ ગાંધીનગર ખાતે ફાઇનાન્સ એન્ડ સેન્ટ્રલ બેંક ડેપ્યુટીસ મિટિંગ યોજાશે.
24થી 25 જુલાઈ ગાંધીનગર ખાતે ફાઈનાન્સ મિનિસ્ટર્સ એન્ડ સેન્ટ્રલ બેંક ગવર્નર્સ મિટિંગ યોજાશે.
2થી 3 ઓગસ્ટ ગાંધીનગર ખાતે હેલ્થ વર્કિંગ ગ્રુપ મીટીંગ યોજાશે.
4થી ઓગસ્ટે ગાંધીનગરમાં મિનિસ્ટર હેમલથ વર્કિંગ ગ્રુપ મીટીંગ યોજાશે.
9થી 11 ઓગસ્ટ ગાંધીનગર ખાતે સ્ત્રી સશકિતકરણ અંગે મીનીસ્ટર્સ મિટિંગ યોજાશે.
29થી 30 સપ્ટેમ્બર ગાંધીનગર ખાતે ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ વર્કિંગ ગ્રુપ મીટીંગ યોજાશે.