Deepika Padukone On Pariksha Per Charcha: દીપિકા પાદુકોણ બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક છે અને હંમેશા ચર્ચામાં રહે છે. જો કે તે ગયા વર્ષે તેની પુત્રીને જન્મ આપ્યા બાદથી સ્ક્રીનથી દૂર છે, પરંતુ તે ઇવેન્ટ્સમાં જોવા મળતી રહે છે. તાજેતરમાં દીપિકા પાદુકોણે 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમની આઠમી આવૃત્તિમાં ભાગ લીધો હતો. અહીં તેમણે પોતાનો અનુભવ શેર કર્યો અને વિદ્યાર્થીઓ સાથે માનસિક સ્વાસ્થ્ય અંગે ચર્ચા કરી. તેમણે પરીક્ષાની તૈયારી કરતી વખતે પૂરતો આરામ લેવાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર વાતચીતની એક ઝલક શેર કરી છે. ઉપરાંત, આ એપિસોડ દૂરદર્શન ચેનલો તેમજ શિક્ષણ મંત્રાલય, MyGov India અને PM મોદીની YouTube ચેનલો પર ઉપલબ્ધ છે.

દીપિકા પાદુકોણ પરીક્ષા દરમિયાન તણાવમાં રહેતી હતી

દીપિકા પાદુકોણે ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં કહ્યું, “હું ખૂબ જ તોફાની વિદ્યાર્થિની હતી. હું હંમેશા ટેબલ, ખુરશીઓ પર ચઢી જતી અને ત્યાંથી કૂદકા મારતી હતી.  પછી તેણીએ પરીક્ષાની તૈયારીનો પોતાનો અનુભવ શેર કર્યો અને કહ્યું, "મને (પરીક્ષા દરમિયાન) ખૂબ જ તણાવ થતો હતો કારણ કે હું ગણિતમાં ખૂબ જ નબળી હતી. હું હજુ પણ તેમાં વીક છું  પરંતુ નરેન્દ્ર મોદી તેમના પુસ્તક એક્ઝામ વોરિયર્સમાં સૂચવે છે તેમ, "એક્સપ્રેસ નેવર સપ્રસ થી." તેથી હંમેશા તમારા મિત્રો, પરિવાર અને શિક્ષકો સાથે તમારી મૂંઝવણ શેર કરો.

ડિપ્રેશનને નિયંત્રિત કરવા માટેની ટીપ્સ

સત્ર દરમિયાન, દીપિકાએ તણાવનો સામનો કરવા માટે ઉપયોગી ટીપ્સ પણ શેર કરી, તેણે કહ્યું, “ડિપ્રેશન હોવું સ્વાભાવિક છે અને તે જીવનનો એક ભાગ છે. આપણે તેને કેવી રીતે હેન્ડલ કરીએ છીએ તે અગત્યની બાબત છે... પરીક્ષાઓ અને પરિણામો અંગે ધીરજ રાખવી મહત્વપૂર્ણ છે... આપણે ફક્ત તે જ કરી શકીએ છીએ જે આપણા નિયંત્રણમાં છે, સ્ટેસને ઓછું કરવા પુરતી ઊંઘ લેવી જરૂરી  છે.  હાઇડ્રેટ રહો. મેડિટેશન પણ મદદ કરે છે

દીપિકા પાદુકોણે માનસિક સ્વાસ્થ્ય વિશે શું કહ્યું?

દીપિકા પાદુકોણે એ સમય પણ યાદ કર્યો જ્યારે તે પોતાના માનસિક સ્વાસ્થ્યને અવગણીને સતત કામ કરતી હતી. તેણે કહ્યું, “હું સતત કામ કરતી રહી. પણ એક દિવસ હું બેહોશ થઈ ગઇ. થોડા દિવસો પછી, મને સમજાયું કે, હું ડિપ્રેશનનો શિકાર છું, દીપિકાએ વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા કહ્યું.

પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમની 8મી આવૃત્તિ સોમવારથી શરૂ થઈ છે.

પરિક્ષા પે ચર્ચા એક વાર્ષિક કાર્યક્રમ છે. જેમાં વડાપ્રધાન મોદી વિદ્યાર્થીઓ સાથે પરીક્ષાના તણાવ, શિક્ષણ અને પ્રેશરનો  સામનો કરવા પર ચર્ચા કરે છે. આઠમી આવૃત્તિની શરૂઆત સોમવારે વડાપ્રધાને દિલ્હીમાં સુંદર નર્સરીની મુલાકાત લઈને અને વિદ્યાર્થીઓ સાથે પરીક્ષાના તણાવને નિયંત્રિત કરવા અને પ્રેરિત રહેવા વિશે વાત કરીને શરૂ કરી હતી.

આ વર્ષે, દીપિકા પાદુકોણ, બોક્સર એમસી મેરી કોમ અને આધ્યાત્મિક નેતા સદગુરુ સહિત ઘણી હસ્તીઓ વિદ્યાર્થીઓ સાથે તેમના જીવનના અનુભવો અને ટીપ્સ શેર કરવા માટે આ કાર્યક્રમમાં જોડાયા છે.