DJB Plant Borewell Accident: દિલ્હીના કેશોપુર મંડી વિસ્તારમાં એક બાળક બોરવેલમાં પડી ગયું. કેશાપુર મંડી પાસે દિલ્હી જલ બોર્ડ પ્લાન્ટની અંદર 40 ફૂટ ઊંડો બોરવેલ છે, જેમાં એક બાળક રમતા રમતા અચાનક પડી ગયું. માહિતી મળતાં જ દિલ્હી ફાયર સર્વિસ, NDRF અને દિલ્હી પોલીસ બાળકને બચાવવા માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.


 દિલ્હી ફાયર સર્વિસનું કહેવું છે કે બચાવ કામગીરી ચાલી રહી છે. ટૂંક સમયમાં બાળકને સુરક્ષિત બહાર કાઢવામાં આવશે તેવી અપેક્ષા સેવાઇ રહી છે.