Arvind Kejriwal Jail: દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર મંગળવારે (9 એપ્રિલ) દિલ્હી હાઇકોર્ટનો નિર્ણય અપેક્ષિત છે. જસ્ટિસ સ્વર્ણકાંતા શર્મા બપોરે 2.30 વાગ્યે પોતાનો ચુકાદો આપશે. આ દરમિયાન ચર્ચા એ છે કે, દિલ્હીના સીએમને આજે કોર્ટમાંથી રાહત મળશે કે પછી તેમને જેલમાં જ રહેવું પડશે.
હકીકતમાં, ગયા અઠવાડિયે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી કર્યા પછી, હાઇકોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. દિલ્હી હાઈકોર્ટમાં ચર્ચા દરમિયાન સીએમ અરવિંદ કેજરીવાલના એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ તેમની ધરપકડને 'સ્ક્રીપ્ટેડ' ગણાવી હતી. તેણે EDની ધરપકડના સમય પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ED દ્વારા ધરપકડ ખોટી છે.
બીજી તરફ, દિલ્હી રાઉઝ એવન્યુ કોર્ટમાં વકીલોને મળવા માટે વધારાનો સમય માંગતી સીએમ અરવિંદ કેજરીવાલની અરજી પર પણ આજે નિર્ણય લેવાય તેવી શક્યતા છે.
સીએમ હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે
સીએમ અરવિંદ કેજરીવાલની 21 માર્ચ 2024ના રોજ દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. EDએ તેને 22 માર્ચે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યો હતો. રાઉઝ એવન્યુ કોર્ટે તેને ED કસ્ટડીમાં મોકલી દીધો હતો. દિલ્હીના સીએમની જામીન અરજી પર ત્રીજી વખત સુનાવણી કર્યા બાદ કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. દિલ્હીના મુખ્યમંત્રી 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં છે.
સીએમ અરવિંદ કેજરીવાલે જામીન મેળવવા માટે દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ બંને જગ્યાએથી તેઓ નિરાશ થયા હતા. દિલ્હી હાઈકોર્ટે ગયા અઠવાડિયે જામીન મંજૂર કરવાની માંગ કરતી EDની ધરપકડ સામે દાખલ કરેલી અરજી પર સુનાવણી કર્યા પછી નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આજે આ જ મુદ્દે હાઈકોર્ટનો નિર્ણય આવે તેવી શક્યતા છે.