Rupala Controversy: એક બાજુ લોકસભાની ચૂંટણીને જીતવા માટે ભાજપ પ્રચંડ પ્રચાર કરી રહી છે તો બીજી તરફ ભાજપના જ લોકસભાના ઉમેદવારને લઇને પ્રચંડ વિરોધ થઇ રહ્યો છે. રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલા નિવેદનના બહુ ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. ક્ષત્રિય સમાજ પરષોતમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે ઠેર ઠેર વિરોધ કરી રહ્યો છે. આ બધાની અસર હવે પાર્ટીને આંતરિક રીતે થઇ રહી છે. ધોરાજી તાલુકા ઉપપ્રમુખે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે.
ધોરાજી પંથક તથા આજુબાજૂ વિસ્તારના ક્ષત્રિય સમાજ એકત્રિત થઈને આજરોજ ભાજપના તમામ હોદાઓ ઉપરથી રાજીનામા ધરી દેવાયા છે. જેમા ભાજપ તાલુકા ઉપપ્રમુખ , તાલુકા ભાજપ મંત્રી , તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ , યુવા ભાજપ મંત્રી , જેવા વિવિધ ભાજપ ના હોદાઓ ઉપરથી રાજીનામા ધરી દેવાયા છે.
રાજકોટમાં જન સ્વાભિનામ સંમેલન
પરશોતમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગણી સાથે ક્ષત્રિય અડગ છે તો બીજી તરફ ભાજપ હાઇકમાન્ડ પરશોતમ રૂપાલાને ટિકિટ લડાવવા માટે મક્કમ છે. ટિકિટ રદ કરવાની માંગણી સાથે આજે રાજકોટમાં જન સ્વાભિમાન સંમેલન યોજાયું હતું. રાજકોટની સભામાં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ પણ પહોંચ્યા હતા.ઉપરાંત સિદ્ધાર્થ પટેલ જગદીશ ઠાકોર, જિગ્નેશ મેવાણી સહિતના નેતાઓ રાજકોટની સભામાં પહોંચ્યાં હતા. સંમેલનમાં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખશક્તિ શક્તિસિંહ ગોહિલનું સ્વાગત કરવામાં આવ્યું હતું.ક્ષત્રિય સમાજની બહેનોની સાથે અન્ય સમાજની બહેનોએ શક્તિસિંહ ગોહિલને કાઠીયાવાડી પાઘડી પહેરાવી હતી અને શક્તિસિંહ ગોહિલના ઓવરણા લઈ અને આશિર્વાદ આપ્યા હતા.