પંચમહાલ: ગણેશ વિસર્જન દરમિયાન રાજ્યમાં વધુ એક અનિચ્છનિય ઘટના બની છે. અહીં પંચમહાલના ઘોઘંબામાં ગણેશ વિસર્જન દરમિયાન વિજય રાઠવા નામના યુવક સાથે કેટલાંક લોકોએ માથાકૂટ કરી હતી બાદ તેના પર  હુમલાનો  પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં વિજય રાઠવાને માથાનાં ભાગે ઇજા  પહોચી છે. બંદોબસ્તમા હાજર પોલીસ કર્મીઓ વિજય રાઠવા નામના યુવકને ટોળા વચ્ચે થી છોડાવી સલામત સ્થળે લઈ ગઇ હતા આ સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઇ છે. જૂની અદાવત ને લઈ કેટલાક ઇસમ સાથે બબાલ થઇ હોવાની હકીકત

  સામે આવી છે.
જોકે સીટી સ્કેન રિપોર્ટ સામાન્ય  આવવાથી ગોધરા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લઈ વિજય રાઠવા જાતે રજા લઈ જતાં રહ્યાં હતા.


સમગ્ર ઘટના બાદ   ઘોઘંબામાં સ્થાનિક વેપારીઓએ બંધનું  એલાન આપ્યું હતું.સ્વયંભુ બજારો બંધ રાખીને વેપારીઓએ ઘટનાનો વિરોધ નોંધાવ્યો હતો. સરપંચ સહિત 15 લોકો વિરૂદ્ધ FIRને લઈને વેપારીઓનો વિરોધ નોંધાવ્યો છે. વિજય રાઠવા,અન્ય લોકો વચ્ચેની માથાકુટનો વીડિયો   વાયરલ થયો છે.


ઘોઘમ્બા મા ગણેશ વિસર્જન શોભાયાત્રા દરમિયાન બબાલના મામલે વેપારીઓ વેપાર ધંધા બંધ પાડી એક સ્થળે એકઠા થયા હતા. સ્થાનિક આગેવાનો દ્વારા સમાધાનના  પ્રયાસ થઇ રહ્યાં છે. ઘોઘંબા સ્થાનિક વેપારીઓ એ બંધનું એલાન આપ્યું છે , મુખ્ય બજારમાં દુકાનો વેપારીઓએ સ્વેચ્છાએ બંધ પાડી વિરોધ દર્શાવ્યો હતો. ગઈ કાલે ગણેશ જીની વિસર્જન શોભા યાત્રા માં થયેલ બબાલ ને લઈ સરપંચ સહિત 15 લોકો સામે નોંધાયેલ પોલીસ ફરીયાદ ના વિરોધ મા વેપારીઓ એ બંધ નુ એલાન આપ્યું હતું.


વડોદરાના મંજુસરમાં ગણપતિ વિસર્જનમાં વિઘ્ન, બે જૂથ વચ્ચે પથ્થરમારો, જાણો શું છે સ્થિતિ


વડોદરાના સાવલી તાલુકાના મંજુસર ગામે ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટનાથી વાતાવરણમાં તંગદીલી ફેલાઇ ગઇ.વડોદરાના સાવલી તાલુકાના મંજુસર ગામે ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન મંજુસરના વાઘેલા ફળિયા વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન  પથ્થરમારો થતાં  પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતોય મંજૂસર અને સાવલી પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. હાલ મંજુસર ગામમાં  ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ઘટનાના પગલે  કેતન ઇમાનદારે કહ્યું કે,  શાંતિ ડહોળનાર કોઈ તત્વોને  છોડવામાં નહી આવે. અમુક અસામાજિક તત્વો શાંતિ ડહોળવાનો પ્રયાસ કરે છે. ઈરાદાપૂર્વક પર પથ્થરમારો કરાયો છે. આ ઘટનામાં કોઈ પણ દોષિતોને છોડવામાં નહીં આવે.જવાબદારો સામે દાખલો બેસાડવાની કાર્યવાહી કરાશે.


તો બીજી તરફ નર્મદામાં બજરંગ દળ શૉર્ય જાગરણ યાત્રા પર સેલંબા ખાતે વિધર્મી લોકો એ પથ્થરમારો કર્યો હતો.હાલ સેલંબામાં આગચંપીનો પણ બનાવ બન્યો  હતો. કુઇદા ગામ થી સેલંબા સુધી આ શોર્ય જાગરણ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રા સમગ્ર નર્મદા જિલ્લામાં ફરવાની છે, નર્મદા જિલ્લાની ડી વાય એસ પી,એલ સી બી અને એસ ઓ જીની પોલીસ ટીમો પણ સેલંબા ખાતે ઉતારી દેવામાં આવી છે. ઘટના સમયે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે ટીયર ગેસ ના સેલ પણ છોડવામાં આવ્યા હતા. નર્મદા પોલીસ પરિસ્થિતિ પર કાબુ મેળવવા ના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.