ED raids on Gulab Singh Yadav:ED raids on Gulab Singh Yadav: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે લેવાયેલી કાર્યવાહીને લઈને રાજકીય વિવાદ વચ્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આમ આદમી પાર્ટી (AAP)ના અન્ય ધારાસભ્યના ઘરે દરોડા પાડ્યા છે. શનિવારની સવારે (23 માર્ચ, 2024), EDની ટીમે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રના મટિયાલા વિસ્તારમાંથી ધારાસભ્ય ગુલાબ સિંહ યાદવના ઘરે દરોડા પાડ્યા હતા. સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે ED અધિકારીઓએ આ સમયગાળા દરમિયાન ગુલાબ સિંહ યાદવના પરિસરમાં સર્ચ કર્યું હતું.


 ગુલાબ સિંહ યાદવ વિરુદ્ધ આ કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે તેણે અરવિંદ કેજરીવાલના સમર્થનમાં સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. X પર દિલ્હીના સીએમનો ફોટો શેર કરતા તેણે લખ્યું હતું - વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક કાલ છે અને તે છે  અરવિંદ કેજરીવાલ.




 AAP નેતા ગુલાબ સિંહ યાદવ બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. હાલમાં તેઓ દિલ્હીના મટિયાલા વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે. આ સિવાય તેઓ ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન AAPના પ્રભારી રહી ચૂક્યા છે અને પોતાને અરવિંદ કેજરીવાલની ટીમના સૈનિક ગણાવે છે.                                                                              


CM કેજરીવાલે ACPને હટાવાની કરી માંગણી, કોર્ટ લઇ જતે વખતે દુરવ્યહાર કર્યાની ફરિયાદ


દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાઉઝ એવન્યુ કોર્ટમાં અરજી દાખલ કરીને દિલ્હી પોલીસના એસીપી એકે સિંઘને તેમની સુરક્ષામાંથી હટાવવાની માંગ કરી છે. સીએમ કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે, કોર્ટમાં લાવવામાં આવતા તેમની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું.


જો કે, આ જ કેસમાં અન્ય એક આરોપી, દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ પણ અગાઉ એ જ અધિકારી, એસીપી એકે સિંઘ વિરુદ્ધ કોર્ટમાં લેખિત ફરિયાદ કરી હતી.આ ઘટના ગયા વર્ષે બની હતી, જેમાં અધિકારી એકે સિંહ મનીષ સિસોદિયાનો કલર પકડીને  ખેંચતા જોવા મળ્યા હતા. તેનો વીડિયો પણ ઝડપથી વાયરલ થયો હતો