Delhi Excise Policy Case: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે (21 માર્ચ 2024) દિલ્હી લિકર પોલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. લિકર પોલિસીમાં મની લોન્ડરિંગના કેસમાં બે કલાકની પૂછપરછ બાદ EDએ કેજરીવાલની ધરપકડ કરી હતી. તપાસ એજન્સીએ તેને શુક્રવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યો હતા. આ દરમિયાન EDએ કેજરીવાલના 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.


કોર્ટમાં સુનાવણી દરમિયાન એએસજી રાજુએ કહ્યું કે, અરવિંદ કેજરીવાલે આ ભ્રષ્ટાચારનું કાવતરું ઘડ્યું. EDએ તેને આ કેસમાં કિંગપિન ગણાવ્યો હતો. આટલું જ નહીં, એએસજી રાજુએ દાવો કર્યો હતો કે મનીષ સિસોદિયાએ દિલ્હીના દારૂ નીતિ કૌભાંડ કેસમાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમના જામીન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે.


સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ પર પત્નીનું પહેલું નિવેદન,  કહ્યું આ  દિલ્હીના લોકો...


 દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં ઈડીએ અરવિંદ કેજરીવાલની 21 માર્ચ ગુરૂવારે  ધરપકડ કરી હતી છે. બાદ પહેલું નિવેદન તેમની પત્ની સુનીતા કેજરીવાલે  આપ્યું છે.


 દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ પર તેમની પત્ની સુનીતા કેજરીવાલની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, તમારા ત્રણ વખત ચૂંટાયેલા મુખ્યમંત્રીની પીએમ નરેન્દ્ર મોદીએ સત્તાના ઘમંડમાં ધરપકડ કરી છે. તેઓ દરેકને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દિલ્હીની જનતા સાથે વિશ્વાસઘાત છે. તમારા મુખ્યમંત્રી હંમેશા તમારી સાથે ઉભા રહ્યાં છે. અંદર હોય કે બહાર, તેમનું જીવન દેશને સમર્પિત છે. જનતા જનાર્દન છે અને બધું જાણે છે. AAP સાંસદ રાઘવ ચઢ્ઢાએ સુનિતા કેજરીવાલના ટ્વીટને રીટ્વીટ કર્યું છે.


ઉલ્લેખનિય છે કે, અરવિંદ કેજરીવાલના રિમાન્ડ પર કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. રાઉઝ એવન્યુ કોર્ટે આ કેસમાં પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે.  તમને જણાવી દઈએ કે, લીકર પોલિસી કેસમાં ઈડીએ શુક્રવારે બપોરે 2 વાગ્યે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉસ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા.  EDએ કોર્ટમાં 28 પાનાની દલીલો રજૂ કરી હતી. તપાસ એજન્સીએ 10 દિવસના રિમાન્ડની માંગણી કરી છે. 


EDએ કોર્ટમાં કહ્યું કે, કૌભાંડ અને છેતરપિંડી થઈ હોવાના મજબૂત પુરાવા છે. ગોવાની ચૂંટણી માટે ભંડોળ ઊભું કરવા માટે એક્સાઇઝ નીતિમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. અભિયોજન કેસનું પરીક્ષણ અને સર્વોચ્ચ અદાલત દ્વારા સમર્થન કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે આ તમામ બાબતોની તપાસ કરી અને મનીષ સિસોદિયાને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. તપાસમાં ઘણા સ્તરો છે, અમારે આ મામલાના તળિયે સુધી જવું છે.