Twitter New Policy: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર હવે ટેસ્લાના સીઈઓ એલોન મસ્કના હાથમાં છે. તેમની સફળતા માટે, તેમને ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નામ સહિત ઘણા લોકો તરફથી અભિનંદન  મળ્યા છે. એટલું જ નહીં, તેમના નિવેદનમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે એલનના ટેકઓવર બાદ ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ રિસ્ટોર થઈ જશે. તેની સ્પષ્ટતા આપતા હવે મસ્કે પોતે ટ્વીટ કર્યું છે.

Continues below advertisement

 એલોન મસ્કે સ્પષ્ટ લખ્યું છે કે ટ્વિટરની પોલિસીમાં અત્યાર સુધી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ પહેલા ટ્વિટરે પણ તેને ફેક સ્ટેટમેન્ટ ગણાવ્યું હતું. મસ્કની કમાન આવતાની સાથે જ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે ટ્વિટરની પોલિસીમાં પણ ઘણા ફેરફાર થઈ શકે છે. જો કે હવે મસ્કે પોતે આ અંગેની તસવીર સાફ કરી દીધી છે.

શું હતું વાયરલ નિવેદન?

Continues below advertisement

ઈલોન મસ્કના ટેકઓવર બાદ ટ્રમ્પના નામે એક નિવેદન સામે આવ્યું છે. આ નિવેદનમાં, ઇલોન મસ્કને ટ્વિટર સંભાળવા બદલ અભિનંદન આપવામાં આવ્યા હતા. એવું પણ લખવામાં આવ્યું હતું - "મને ટ્વિટર મેનેજમેન્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે મારું એકાઉન્ટ ફરીથી રિસ્ટોર કરવામાં આવી રહ્યું છે. તે સોમવાર સુધીમાં ફરીથી સક્રિય થઈ જશે. ચાલો જોઈએ શું થાય છે."

એલોન મસ્કે મોટી કાર્યવાહી કરી

ટ્વિટરના માલિક બનતાની સાથે જ એલોન મસ્કે સીઈઓ પરાગ અગ્રવાલ તેમજ પોલિસી ચીફ વિજયા ગડ્ડેને બરતરફ કરી દીધા. પરાગ સહિતના વરિષ્ઠ અધિકારીઓને પણ સાન ફ્રાન્સિસ્કો હેડક્વાર્ટરમાંથી હકાલપટ્ટી કરાઇ છે. . આ અધિકારીઓમાં CFO નેડ સેગલ પણ સામેલ છે. તમને જણાવી દઈએ કે, આ વર્ષે 13 એપ્રિલના રોજ એલોન મસ્કે ટ્વિટર ખરીદવાની જાહેરાત કરી હતી. તેણે આ પ્લેટફોર્મ $ 44 બિલિયનમાં $ 54.2 પ્રતિ શેરના દરે ખરીદ્યું.

Uniform Civil Code : ગુજરાત સરકાર યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની તૈયારીમાં, બનાવશે કમિટી

Uniform Civil Code : ગુજરાત સરકાર યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની તૈયારી કરી રહી છે. આજે કેબિનેટ બેઠક બાદ યુનિફોર્મ સિવિલ કોડને લઈને મોટી જાહેરાત થશે. લગ્ન, છૂટાછેડા માટે એક જ નિયમો લાગુ પડશે. ગૃહમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી રૂપાલા આજે બપોરે જાહેરાત કરશે. રાજ્ય સરકાર યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની ભલામણ કરશે. કેબિનેટ બેઠક બાદ એક કમિટીની રચના કરવામાં આવશે.

Gujarat Election 2022 : ગુજરાતમાં AAPએ કોને મુખ્યમંત્રી પદનો ચહેરો બનાવવા લીધો નિર્ણય?

Gujarat Election 2022 : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. જોકે, આ વખતે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ખૂબ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. તેમજ તેમણે અત્યાર સુધીમાં 86 ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. હવે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરાને લઈને મોટા સમચાાર સામે આવ્યા છે. 

મિશન 2022 માટે આમ આદમી પાર્ટી લોકોનો અભિપ્રાય જાણશે. મુખ્યમંત્રીનો ચેહરો જાહેર કરવા માટે લોકોના સૂચનો જાણશે. સૂચનો જાણ્યા બાદ આમ આદમી પાર્ટી મુખ્યમંત્રીનો ચેહરો જાહેર કરશે. મુખ્યમંત્રીનો ચેહરો જાહેર કરી તેનો પ્રચાર પણ બમણા જોરથી કરશે. સુરત ખાતે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે,  ભાજપે જનતા પાસેથી મુખ્યમંત્રી કોને બનાવશે એ જ પૂછ્યું નથી, પરંતુ અમે જનતાને પૂછીને જ નિર્ણય લઈએ છીએ, આજે અમે ગુજરાતની જનતાને પૂછીએ છીએ કે તમે કોને મુખ્યમંત્રી બનાવવા માંગો છો, અમે 4 તારીખે જણાવીશું કે ગુજરાતના લોકો કોને મુખ્યમંત્રી બનાવવા માંગે છે.