CLAIM 
એક હિન્દુ છોકરીએ પોતાના ભાઇ સાથે લગ્ન કરી લીધા અને પ્રેગનન્ટ થઇ ગઇ


FACT CHECK 
BOOM ને આ દાવો ખોટો લાગ્યો. વાયરલ વીડિયો સ્ક્રિપ્ટેડ છે. તેને કન્હૈયા સિંઘ નામના કન્ટેન્ટ ક્રિએટર્સ મનોરંજનના હેતુથી બનાવ્યો છે.



એક છોકરી તેના ભાઈ સાથે લગ્ન કરીને ગર્ભવતી હોવાનો સ્ક્રિપ્ટેડ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. યૂઝર્સ તેને એક વાસ્તવિક ઘટના તરીકે શેર કરી રહ્યા છે.


બૂમને જાણવા મળ્યું કે, આ સ્ક્રિપ્ટેડ વીડિયો કન્હૈયા સિંહ નામના કન્ટેન્ટ ક્રિએટર દ્વારા બનાવવામાં આવ્યો છે. આ વીડિયોમાં એક ડિસ્ક્લેમર પણ સામેલ છે, જે જણાવે છે કે તેને મનોરંજનના હેતુ માટે બનાવવામાં આવ્યો છે.


ફેસબુક પર આ વીડિયો શેર કરતી વખતે એક યૂઝરે લખ્યું, 'શું આ બે ભાઈ-બહેન હતા? હવે તેઓ લગ્ન કરીને પતિ-પત્ની બન્યા. વાયરલ થવા માટે કંઈ પણ કરો. આવા લોકો વિશે તમારો શું અભિપ્રાય છે?



(આર્કાઇવ લિંક)


X પર આવા જ દાવા સાથે આ વીડિયો વાયરલ થયો છે.


 






(આર્કાઇવ લિંક)


ફેક્ટ ચેક


વાયરલ વીડિયો સ્ક્રિપ્ટેડ છે 
BOOM એ દાવાની તપાસ કરી અને જાણવા મળ્યું કે વાયરલ વીડિયોમાં ડિસ્ક્લેમર આપવામાં આવ્યું હતું. તેમાં કન્હૈયા સિંહનું નામ લખવામાં આવ્યું છે અને તેની સાથે એવું પણ લખવામાં આવ્યું છે કે આ વીડિયો માત્ર મનોરંજન માટે બનાવવામાં આવ્યો છે.


વીડિયોમાં દેખાતું આ ડિસ્ક્લેમર નીચે જોઈ શકાય છે.



આનાથી સંકેત લઈને, જ્યારે અમે સોશિયલ મીડિયા પર સંબંધિત કીવર્ડ્સ શોધ્યા, ત્યારે અમને ફેસબુક પર આ વીડિઓ બનાવનારની પ્રૉફાઇલ મળી. વીડિયો ક્રિએટર કન્હૈયાએ 1 જાન્યુઆરી, 2024ના રોજ તેના ફેસબુક પેજ પર આ વીડિયોનું સંપૂર્ણ સંસ્કરણ શેર કર્યું હતું.


 



(આર્કાઇવ લિંક)


કન્હૈયા કશ્યપે પોતાના ફેસબુક એકાઉન્ટના ઈન્ટ્રોમાં પોતાને પ્રૅન્ક વીડિયો બનાવનાર ગણાવ્યો છે.



કન્હૈયા સિંહના ફેસબુક પેજ પર આવા ઘણા વધુ સ્ક્રિપ્ટેડ વીડિયો (અહીં અને અહીં) જોઈ શકાય છે.


(ડિસ્ક્લેમર: આ સમાચારનું ફેક્ટ ચેક બૂમે એ કર્યુ છે, એબીપી અસ્મિતાએ શક્તિ કલેક્ટિવની સાથે ભાગીદારી અંતર્ગત આ ફેક્ટ ચેક્ટમાં કોઇપણ ફેરફાર વિના પુનઃપ્રકાશિત કર્યુ છે)