Viral Elephant Video: વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં બે વિશાળ હાથી એકબીજા સાથે લડતા જોવા મળી રહ્યા છે. આ દુર્લભ વીડિયોને જોઈને લોકો ઝઘડાનું કારણ વિચારી રહ્યા છે.


Elephants Fight Trending Video: તમે સોશિયલ મીડિયા પર હાથીઓ સાથે જોડાયેલા ઘણા પ્રકારના વીડિયો જોયા જ હશે. હાથીઓ દેખાવમાં વધુ વિશાળ અને શક્તિશાળી હોય છે પરંતુ તેમનું હૃદય વધુ નરમ છે. આ પ્રાણીઓ મુશ્કેલીમાં ન આવે ત્યાં સુધી હુમલો કરતા નથી. અત્યાર સુધી તમે હાથીઓને પાણીમાં રમતાટેકરા પરથી સરકતામોબાઈલ તરફ જોતા જોયા હશેપરંતુ શું તમે ક્યારેય બે હાથીઓને એકબીજા સાથે લડતા જોયા છેજો નહીંતો તમે આ વીડિયોમાં કંઈક આવું જ જોવા જઈ રહ્યા છો.






 


જો કે તમે હાથીઓને તેમના બચાવમાં ઘણીવાર અન્ય પ્રાણીઓ સાથે લડતા જોયા હશે. હાથી એટલો શક્તિશાળી અને નિર્ભય છે કે તે જંગલના સિંહને પણ ધૂળ ચટાળવાંની હિંમત ધરાવે છે. હવે આવી સ્થિતિમાં જો આ હાથીઓ પોતે જ એકબીજા સાથે ટકરાશે તો કોણ જીતશે તે અનુમાન લગાવવું ઘણું મુશ્કેલ બની જાય છે. ટ્વિટર પર આવો જ એક વીડિયો સામે આવ્યો છે.  જેમાં બે હાથીઓ વચ્ચે લડાઈ જોવા મળી રહી છે. વીડિયોમાં બંને એકબીજાને જોરદાર ટક્કર આપતા જોવા મળે છે. હાથીઓની લડાઈનો આવો વીડિયો તમે ભાગ્યે જ જોયો હશે.


યુઝર્સે ફની કોમેન્ટ કરી


વાયરલ વીડિયોમાં તમે જોયું કે કેવી રીતે બે વિશાળ હાથી એકબીજાને ધક્કો મારી રહ્યા છે અને તેમના મોટા દાંત વડે લડી રહ્યા છે. વિડિયોમાં પણ આ બંને એકબીજાને નીચે ધકેલવા માટે આગળના પગ ઉપાડતા જોવા મળે છે. વીડિયો જોયા બાદ યુઝર્સ તેમની લડાઈનું કારણ વિશે અનુમાન લગાવી રહ્યા છે. એક યુઝરે કટાક્ષ કર્યો કે, "હાથણીના અફેરમાં ચોક્કસપણે બંને લડતા હશેમોટાભાગે લડાઈ પાછળ એક છોકરી જવાબદાર હોય છે."


હાથીઓનો વીડિયો વાયરલ થયો હતો


હાથીઓની લડાઈનો આ વીડિયો @TheFigen દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો છે. હાથીઓની ભીષણ લડાઈ દર્શાવતા આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, "આ બે જાયન્ટ્સ વચ્ચે શું સમસ્યા છે?" આ પોસ્ટને અત્યાર સુધીમાં 2,76,000 થી વધુ વખત જોવામાં આવી છે અને આ વીડિયોને ત્રણ હજારથી વધુ લાઈક્સ પણ મળી ચૂકી છે.