Delhi Fire News:દિલ્હીના કનોટ પ્લેસ સ્થિત ગોપાલદાસ બિલ્ડીંગમાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઇ છે. આગની માહિતી મળતાની સાથે જ દિલ્હી ફાયર સર્વિસ વિભાગે 16 ફાયર ટેન્ડરોને ઘટનાસ્થળે પહોંચી છે. મળતી માહિતી મુજબ, આગની ઘટના બાદ ઘટનાસ્થળે અરાજકતાનો માહોલ છે. ફાયર ટેન્ડરો આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલ આગના કારણે કોઈ જાનહાનિના અહેવાલ નથી, બિલ્ડિંગમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ચાલું છે.


ભીષણ આગને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગોપાલદાસ બિલ્ડિંગના 11મા માળે આગ લાગી છે. આગ લાગ્યા બાદ બહુમાળી કોમર્શિયલ બિલ્ડીંગમાંથી લોકો અવાજ કરતા ભાગવા લાગ્યા હતા. મળતી માહિતી અનુસાર, લોકોને બિલ્ડિંગમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જો કે આ અંગેની સત્તાવાર માહિતી હજુ સુધી પ્રાપ્ત થઈ નથી. ફાયર સર્વિસ વિભાગ હાઇડ્રોલિક પ્લેટફોર્મ દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ઈમારતમાં જોરદાર આગ લાગી છે. આગની જ્વાળાઓ દૂરથી પણ દેખાય છે.