Viral Video:સોશિયલ મીડિયામાં હાલ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં સ્ટેજ પર દુલ્હન ડાન્સ કરતી જોવા મળે છે.


હાલ  લગ્નના ઘણા ચોંકાવનારા વીડિયો વાયરલ થઇ રહ્યાં છે. . જેમને જોઈને બધા દંગ રહી જાય છે. સામાન્ય રીતે વર-કન્યા પોતાના લગ્નને ખાસ બનાવવા માટે ઘણી યોજનાઓ બનાવે છે. મોટાભાગના લગ્નોમાં હવે દુલ્હન સ્ટેજ પર આવીને ડાન્સ કરતી જોવા મળે છે. તે જ સમયે, સ્ટેજ પર ખૂબ જ સારી સજાવટ સાથે ફાયર વર્ક કરવામાં આવે છે. જેના કારણે અનેકવાર આગ લાગવાની ઘટના સામે આવે છે.


હાલમાં જ એક લગ્ન સમારોહ દરમિયાન આવું જ એક દ્રશ્ય જોવા મળ્યું. વીડિયોમાં એક દુલ્હન સ્ટેજ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. જે દરમિયાન સ્ટેજ પર કરવામાં આવેલ ડેકોરેશનમાં આગ લાગી જાય છે. જે પછી લગ્ન સમારોહમાં નાશભાગ મચી ગઇ  અને દરેક જણ શક્ય તેટલી વહેલી તકે આગ બુઝાવવા માટે કૂદી પડે છે. દુલ્હન ખૂબ જ આશ્ચર્ય સાથે તે જ જગ્યાએ ઉભી અને અગ્નિ તરફ જોતી જોવા મળે છે.




લગ્નના મંચ પર આગ


વાયરલ થઈ રહેલા આ વીડિયોને સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે. જેને veshu4600 નામના ઈન્સ્ટાગ્રામ યુઝરે પોસ્ટ કરી છે. આ વીડિયોમાં સ્ટેજ પર કરવામાં આવેલ ડેકોરેશનમાં આગ લાગી જાય છે. તેને જોઈને બધા દોડતા આવે છે અને ખુરશી પર ચઢી જાય છે અને આગ ઓલવવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન એક વ્યક્તિ સ્ટેજ પરથી નીચે પડતો પણ જોવા મળે છે. તે જ સમયે અન્ય લોકો પણ ઝડપથી આગળ આવીને આગ ઓલવતા જોવા મળે છે.


વીડિયોને 2 મિલિયન વ્યૂઝ મળ્યાં છે


સોશિયલ મીડિયા પર આવ્યા બાદ આ વીડિયો યુઝરનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી વીડિયોને 90 હજારથી વધુ લાઈક્સ અને 24 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. વીડિયો જોઈને યૂઝર્સ પોતાની શાનદાર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ' જે પડ્યો બીચારો  ફરી દેખાયો નહીં.' બીજાએ લખ્યું, 'વિકેટ ગુમાવ્યા બાદ તેણે આગ બુઝાવી દીધી.' ત્રીજાએ લખ્યું, 'પણ તે ગયો ક્યાં શોધો.'