Gujarat Weather Update:રાજ્યમાં આકરી ગરમીની શરુઆત થઇ ચૂકી છે. અમદાવાદ સહિત રાજ્યના 14 શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર થઇ જતાં લોકો ગરમીથી પરેશાન છે.  આજે દક્ષિણ અને મધ્ય ગુજરાત ઉપરાંત અમરેલી અને સંઘ પ્રદેશ દીવમાં હવામાન વિભાગે  હીટવેવની આગાહી કરી છે.

સૂર્યના સતત ઊંચે જતા પારાથી લોકો પરેશાન છે. .. માત્ર સાત કલાકમાં તાપમાનમાં 13.2 ડિગ્રીનો વધારો થયો.  સવારે સાડા આઠ વાગ્યે 28 ડિગ્રીથી શરુ થયેલી ગરમી બપોરે સાડા ત્રણ વાગ્યા સુધીમાં 41.2 ડિગ્રી પહોંચી હતી. આગામી 4 દિવસ પણ ગરમીનો પારો ઉંચે જાય તેવી શક્યતા સાથે હવામાન વિભાગે હિટવેવની આગાહી કરી છે.

આકરી ગરમીથી ગુજરાત શેકાઇ રહ્યું છે. અમદાવાદમાં મંગળવારે આકરી ગરમીએ લોકોને હંફાવી દીધા હતા. માત્ર  7 કલાકમાં જ 13.2 ડિગ્રી તાપમાન વધતાં અગવવર્ષાનો લોકોએ અનુભવ કર્યો. હવામાન વિભાગે આજે પણ આકરી ગરમીની આગાહી કરી છે. હવામાન વિભાગે 12 માર્ચે 9 જિલ્લામાં ઓરેન્જ જ્યારે 3 જિલ્લામાં યલો એલર્ટ તો 9 જિલ્લામાં ઓરેંજ એલર્ટ જાહેર કર્યું  કર્યું છે.

આજે 9 જિલ્લામાં ઓરેંજ એલર્ટ

  • સુરેન્દ્રનગર
  • રાજકોટ
  • કચ્છ
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • આણંદ
  • સુરત
  • કચ્છ
  • બનાસકાંઠા
  • મોરબી

ત્રણ જિલ્લામાં યલો એલર્ટ

  • સાબરકાંઠા
  • ભાવનગર
  • પોરબંદર

11 માર્ચે નોંધાયેલું તાપમાન

  • સુરેન્દ્રનગર 8 ડિગ્રી
  • રાજકોટમાં 3 ડિગ્રી
  • ભુજ 4 ડિગ્રી
  • અમદાવાદ 2 ડિગ્રી
  • વલ્લભ વિદ્યાનગર 9 ડિગ્રી
  • ડીસા 6 ડિગ્રી
  • ગાંધીનગર 2 ડિગ્રી
  • વલ્લભ વિદ્યાનગર 9 ડિગ્રી
  • ભુજ 4 ડિગ્રી
  • વડોદરામાં 2 ડિગ્રી
  • પોરબંદરમાં 41 ડિગ્રી
  • કેશોદમાં 41. 9 ડિગ્રી
  • નલિયામાં 4 ડિગ્રી
  • અમરેલીમાં 6 ડિગ્રી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે ઉત્તર ભારતમાં હવામાનમાં પલટો આવ્યો છે. વાદળોની હિલચાલ સાથે, ઘણા રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, હોળી સુધી પવન સાથે વાદળો આવતા અને જતા રહેશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

આગામી 24 કલાકમાં અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, સિક્કિમ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, કેરળ અને લક્ષદ્વીપ જેવા પૂર્વોત્તર રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. સ્કાયમેટ અનુસાર, લદ્દાખ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને અરુણાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે. સિક્કિમ અને ઉત્તરાખંડમાં પણ હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. હિમવર્ષાના કારણે જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં લઘુત્તમ તાપમાન શૂન્યથી નીચે જઈ શકે છે, જેના કારણે દિવસભર ઠંડી રહેશે