કોરોના વાયરસ મહામારીના ઘટતા કેસોને ધ્યાને રાખીને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આંતરરાષ્ટ્રીય આવનજાવન માટેની નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ મુજબ 14 ફેબ્રુઆરીથી ‘એટ રિસ્ક’ અને અન્ય દેશોની કેટેગરી હટાવી દેવામાં આવશે. આ ઉપરાંત, 14 ફેબ્રુઆરીથી ભારત આવતા મુસાફરોને આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાની જરૂર રહેશે નહીં. તેના બદલે, સંપૂર્ણ રસીકરણ રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે.


 


નવી ગાઇડલાઇન મુજબ એરપોર્ટ પર કોરોના ટેસ્ટ કરાવવાની જરૂર નહીરહે  તેમજ સાત દિવસની હોમ ક્વોરેન્ટાઇન નિયમને નાબૂદ કરવામાં આવશે. પેસેન્જરે માત્ર 14 દિવસ માટે સેલ્ફ મોનિટરિંગ કરવાનું રહેશે. ભારત આવતા મુસાફરોમાંથી માત્ર બે ટકા જ રેન્ડમ ટેસ્ટિંગ કરવામાં આવશે.


 


 



ગાઈડલાઈન મુજબ જે મુસાફર ભારતનો પ્રવાસ કરી રહ્યા છે તેમણે મુસાફરી પહેલાં એર સુવિધા પોર્ટલપર સેલ્ફ ડિકલેરેશન ફોર્મમાં આપવાનુ રહેશે. જેમાં છેલ્લા 14 દિવસની મુસાફરીની વિગતો પણ સામેલ કરવામાં આવશે. મુસાફરોએ મુસાફરી શરૂ થયાના 72 કલાકની અંદર નેગેટીવ RT-PCR ટેસ્ટ રિપોર્ટ અથવા ફૂલ્લી વેક્સિનેટેડનું સર્ટી અપલોડ કરવાનું રહેશે. જો કે, આ વિકલ્પ ફક્ત 72 દેશોમાંથી આવતા પ્રવાસીઓ માટે છે જેમણે રસીકરણ ઝુંબેશને ભારત સરકાર દ્વારા પારસ્પરિક કાર્યક્રમના ભાગ રૂપે માન્યતા આપવામાં આવી છે. આ દેશોમાં કેનેડા, હોંગકોંગ, અમેરિકા, યુકે, બહેરીન, કતાર, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને કેટલાક યુરોપીયન દેશોનો સમાવેશ થાય છે.