Gujarat Rain Forecast:રાજ્યના ત્રણ જિલ્લામાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે. .. સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે આપી છે.  અન્ય જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.


સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ  વરસાદનું યલો એલર્ટ છે.  તો પ્રવાસન સ્થળ દીવમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા,સાબરકાંઠામાં  વરસાદ વરસી શકે છે. તો ગાંધીનગર, ખેડા, આણંદ, અમદાવાદ, પંચમહાલ અને દાહોદમાં વરસાદની શક્યતા છે. કચ્છ-સૌરાષ્ટ્રના જિલ્લામાં આજે બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે.  કચ્છ, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદમાં  પણ વરસાદનું અનુમાન છે.


અંબાલાલે શું કરે આગાહી?


આગામી 24 કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદી ઝાપટા પડવાનું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અનુમાન  વ્યક્ત કર્યુ છે.  તો 14 જુલાઈ સુધી મધ્ય અને દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના વરસાદ વરસી શકે છે.તો દેશના અન્ય રાજ્યોની વાત કરીએ તો ઉત્તરાખંડના લાલકુવામાં વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. રેલવે ટ્રેક પર પાણી ભારતા ટ્રેક જળમગ્ન થઇ ગયા હતા. ઉતરાખંડના રસ્તા પણવરસાદી પાણીથી જળમગ્ન થયા છે.  


સાયબર સિટી ગુરૂગ્રામમાં જળપ્રલય જેવી સ્થિતિ સર્જાઇ છે. અહીં  અડધા કલાક વરસેલા વરસાદે  પ્રશાસનના દાવાની પોલ ખોલી છે .. સિવર લાઈનથી પાણી ઓવરફ્લો થઇ રહ્યો છે. .. રોડ રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યાં છે.


હિમાચલ પ્રદેશના મંડીમાં મૂશળધાર વરસાદથી નદીઓ ગાંડીતુર બની છે. મંડી શહેરની વચ્ચેથી પસાર થતી વ્યાસ નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. કેદારનાથધામમાં પણ વરસાદ આફતરૂપ બન્યો છે.  રૂમસીમાં વાદળ ફાટતા મોટુ નુકસાન થયું છે.  સ્કૂલ જવાનો રસ્તો ધોવતા શાળા બંધ કરવાની ફરજ પડી છે.


લાહોલ સ્પિતિમાં ચંદ્રભાગા નદીનું વધ્યુ જળસ્તર વધતાં  પાણી પુલ પરથી વહી રહ્યું છે,  ગ્લેશિયર ઓગળવાથી જળસ્તર  વધ્યુ છે.બિહારના છપરામાં જનતા બજારના ઢોઢનાથ મંદિર પાસેનો પુલ જમીનદોસ્ત થતા જનજીવન પ્રભાવિત થયું છે.. ઉલ્લેખનિય છે કે. ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 10 વર્ષ અગાઉ આ પુલનું નિર્માણ થયું હતું.  પુલ નિર્માણના કાર્યમાં ભ્રષ્ટાચારની આશંકા સેવાઇ રહી છે.