Weather Update Today: ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી ચાર દિવસ દરમિયાન ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ, બિહાર, પેટા હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં 13-14 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તરાખંડમાં સોમવાર અને મંગળવારે ભારે વરસાદ પડશે.


 હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ-ચાર દિવસ દરમિયાન દેશના બાકીના ભાગોમાં હળવા વરસાદની શક્યતા છે. ત્યારબાદ સમગ્ર દેશમાં ફરી મોનસૂન એક્ટિવ થનાથી થવાની સંભાવના છે.                                                                                           


દિલ્હીનું કેવું રહેશે વેધર?


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 14 અને 15 ઓગસ્ટે હળવો વરસાદ થઈ શકે છે. શનિવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 36.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. લઘુત્તમ તાપમાન 27.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય છે.


હિમાચલમાં કેવું રહેશે હવામાન


IMD અનુસાર, હિમાચલ પ્રદેશમાં આગામી 24 કલાક ભારે રહેશે. હવામાન વિભાગે રવિવારે ચંબા, લાહુલ સ્પીતિ, કુલ્લુ અને કિન્નૌર સિવાયના આઠ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. શુક્રવાર રાતથી ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સાથે જ જાહેર બાંધકામ વિભાગ દ્વારા અનેક જગ્યાએ આવા બોર્ડ લગાવવામાં આવ્યા છે કે આગળનો રસ્તો ખરાબ છે, વાહન ધીમે ચલાવો.


આ વિસ્તારોમાં આજે વરસાદની શક્યતા


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે એટલે કે રવિવારે ઉત્તરાખંડમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશ અને પેટા-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ સાથે પંજાબ, હરિયાણા-ચંદીગઢ-દિલ્હી, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયના વિવિધ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય આગામી દિવસોમાં પૂર્વોત્તર રાજ્યો અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને અન્ય રાજ્યોમાં વ્યાપક વરસાદ થઈ શકે છે. તે જ સમયે, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં હવામાન સમાન રહેશે.