ગાંધીનગરના પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોરનું નિધન થયું છે. નાદુરસ્ત તબિયતના કારણે તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે શનિવારે સવારે   અંતિમ શ્વાસ લીધા. થોડા દિવસ અગાઉ નાદુરસ્ત તબિયતને લઈ હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. આજે સવારે પૂર્વ MLA શંભુજી ઠાકોરનું સારવાર દરમિયાન  નિધન થયું છે. ઉલ્લેખનિય છે કે, શંભુજી ઠાકોરે ગાંધીનગરના MLA તરીકે ત્રણ ટર્મ સેવા આપી ચૂક્યાં છે. શંભુજી  ઠાકોર વર્ષ 2012 અને 2017માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. શંભુજી ઠાકોર ગુજરાત વિધાનસભાનાં પૂર્વ ડેપ્યૂટી સ્પીકર પણ રહી ચૂક્યા છે. આ સમાચારથી ગુજરાતના રાજકારણમાં શોકનો માહોલ છવાયો છે.  મળતી માહિતી અનુસાર આજે સવારે ગાંધીનગરના સેક્ટર 27 ખાતે આવેલા તેમના નિવાસસ્થાનેથી અંતિમયાત્રા નિકળશે. ઉલ્લેખનીય છે કે શંભુજી ઠાકોર ભારતીય જનતા પાર્ટીનાં (BJP) વરિષ્ઠ નેતા હતા. શંભુજી ઠાકોરના નિધનના સમાચારથી રાજનીતિ ક્ષેત્રે શોકનું મોજુ ફરી વળ્યું છે.                                                                                                                                          


આ પણ વાંચો 


Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી